રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ૪ જુલાઈના રોજ પીડિયાટિ્રક વિભાગમાં સારવાર બાદ સ્વસ્થ બનેલા ગોંડલ પંથકના પાંચ વર્ષના માસુમ ફલને આનદં નસગ કોલેજના બીજા વર્ષના છાત્રએ નાશ લેવાના મશીનમાં નાખીને આપવાનું ઈંજેકસન આઈવીમાં સીધું જ આપી દેતા બાળકની તબિયત લથડી હતી અને અંતે મોત નીપયું હતું. આ ગંભીર બનાવમાં હજુ સુધી સરકાર દ્રારા કોલેજ કે પછી ફરજ પરના નસગ કર્મચારીઓ ઉપર તાકીદે લેવાના થતા આકરા પગલાં ૨૦ દિવસ બાદ પણ લેવાયા નથી. અહીં બીજો સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે, નસગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીને ન્યૂબેલાઇઝરમાં નાખી નાશ લેવા માટેની દવા કેવી રીતે આપવી એ પણ સમજણ ન હોઈ તો છાત્રને કોલેજમાં અપાતું શિક્ષણ કેટલી ગુણવત્તાનું હશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. આ જોતા માત્ર આનદં નસગ કોલેજ જ નહીં રાજકોટની મોટા ભાગની નસગ કોલેજના છાત્રોની આજ પરિસ્થિતિ હોવાનું લાગી રહ્યું છે. જે સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે જીવલેણ બની શકે છે. આ માટે કોલેજ પણ એટલી જ જવાબદાર બને છે.
જો કે પાયામાં જ માનવ જિંદગીને દફનાવી તેની ઉપર પૈસાની ચાદર ચડાવી દેવાનું કોલેજોની માન્યતા વખતે જ નક્કી થઇ જતું હોઈ છે. જે રીતે ખાનગી સ્કૂલમાં સરકારી નિયમો મુજબની ખુલ્લા મેદાન, જરી ક્ષેત્રફળ સાથેના કલાસ મ, પીવાના પાણી સહિતની નાનામાં નાની સુવિધા હોઈ તો જ સ્કૂલને માન્યતા આપવામાં આવે છે. અને આ બધી સુવિધા કાગળ ઉપર હોઈ પણ છે. તેની જેમ રાજકોટની નસગ કોલેજની માન્યતા સમયે સીટ મુજબ બેઠક વ્યવસ્થા, ક્ષેત્રફળ સાથેના કલાસમ, લેબ, લેબના પૂરતા સાધનો સહિતની સુવિધાઓ હોવી ફરજીયાત છે પણ આ સુવિધાઓ માત્ર કાગળ પર ટીક થતી હોઈ છે. અને સંચાલકો પોલિટિકસ અને પૈસાના પાવરે માન્યતા મેળવમાં સફળ બને છે. એ પછી છાત્રોને એડમિશન આપી માનવ જિંદગી સાથે ખિલવાડની રમત શ કરવામાં આવે છે. પોતાની કોલેજમાં થીયેરી અને પ્રેકિટકલ પરીક્ષા સમયે સ્કવોડ સાથે વહીવટ અને સીસીટીવી કેમરાની હેઠળ ત્રણ કલાકની પરીક્ષા સરસ રીતે પુરી કરી થયા બાદ અલગ કલાસમમાં વિધાર્થીઓને બેસાડી એમસીકયું લખાવી દેવાની નસિગ કોલેજના સંચાલકોની ખોખલી નીતીથી કોલેજના છાત્રો પાસ થઇ જાય છે અને આજ વિધાર્થીઓ જયારે નસગ કમર્ચારી તરીકે હોસ્પિટલમાં નોકરી પર લાગે છે ત્યારે પોતાની અણઆવડતના કારણે અને કોલેજ સંચાલકોના પાપે ગોંડલના પર પ્રાંતીય પરિવારના માસુમ બાળક જેવા અનેક બાળકોની જિંદગી કાયમ માટે બુઝાઈ જતી હોય છે. ખરેખર સરકાર સંવેદનશીલ હોઈ અને ભ્રસ્ટાચાર મુકત કરવાના આત્મસાત કરવા ઈચ્છીત હોઈ તો કોઈની પણ સાડા બાર રાખ્યા વગર રાજકોટ સહીત રાયની નસગ કોલેજમાં ચેકીંગ હાથ ધરી મોતની રમતો અટકાવવી જરી છે. અન્યથા અનેક માસુમ ભૂલકાઓ અને નિર્દેાષ લોકો હોસ્પિટલમાં બેદરકારીઓનો ભોગ બનતા રહેશે
ઘટના બને પછી જ ચકિંગનું નયુ નાટક થશે?
દેશ અને રાયમાં કોઈ મોટી માનવસર્જિત દુર્ઘટના ઘટે ત્યારે અગાઉની ઘટનાઓમાંથી બોધપાઠ લેવાને બદલે સરકાર અને તત્રં ગાઢ નિંદ્રામાં સૂતું હોઈ છે. ઉદાહરણ સુરતનો તક્ષશિલા કાંડ, વડોદરાની હરણી દુર્ઘટના અને એ પછી રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કાંડ પછી સમગ્ર રાયમાં ફાયરનું ચેકીંગ હાથ ધરી આકરી કાર્યવાહીના આદેશો કરવામાં આવ્યા હતા. જો આવી ઘટના પછી કડક કાર્યવાહી કરવાના આદેશ છોડવામાં આવે તો ઘટના બન્યા પહેલા કેમ નહીં? હોસ્પિટલમાં ડોકટર કે નસગ કર્મચારીઓના પાયાના તબીબી શિક્ષણના અભાવે એકલ દોકલ બાળકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં બાળકો કે નિર્દેાષ દર્દીઓ બેદરકારીનો ભોગ ન બને એ માટે અત્યારથી જ નસગ કોલેજમાં ચેકીંગ શું કામ નહીં
નીટ–યુજીના પેપર લીક જેટલી જ ગંભીર બાબત
દેશ ભરમાં તાજેતરમાં નિટ––યુજી પેપર લીકના મુદો સડકથી લઇ સંસદ સુધી ચર્ચાનો વિષય બન્યો છે. પેપર લીક થવાની આઘટનાને લઇ દેશની સર્વેાચ્ચ અદાલતે ખુબ જ ગંભીર અને સૂચક ટકોર કરી હતી, સુપ્રીમએ કહ્યું હતું કે, જો કોઈની તરફથી ૦.૦૦૧ ટકા પણ ભૂલ થઇ હોઈ તો પગલાં લો, છેતપિંડીથી ડોકટર બનેલી વ્યકિત લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. અગાઉ વર્ષ ૨૦૧૫માં પણ સુપ્રીમ કોર્ટએ આવી જ એક ટિપ્પણી કરી હતી અને ઓલ ઇન્ડિયા પ્રિ મેડિકલ ટેસ્ટ પરીક્ષા રદ કરી હતી ત્યારે કોર્ટે કહ્યું હતું કે, જો એક પણ નકલી ડોકટર મળી આવે તો સમગ્ર પરીક્ષા રદ કરવી જોઈએ. ગેરકાયદે રીતે પરીક્ષા પાસ કરી ડોકટર બનનાર સામે સુપ્રીમ કોર્ટ આટલી ગંભીર ટકોર કરે છે તો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલી અતિ મહત્વની કડી નસગ સ્ટાફની કાબેલિયતને લઈને પણ આટલી જ ગંભીરતા દાખવવી જરી છે. જો નસગ સ્ટાફ પોતાની કામગીરીમાં નિપુર્ણ નહીં હોઈ તો દર્દીઓ માટે તે બાબત જોખમપ સાબિત થઇ શકે છે. જે બાબત ગોંડલના બાળકના કિસ્સામાં સાબિત થઇ રહી છે
બાળકના મોતનાં ૨૦ દિવસે પણ કોઈ કાર્યવાહી નહીં
ઝનાના હોસ્પિટલમાં ૨૦ દિવસ પહેલા નસગ છાત્રની બેદરકારીએ પાંચ માસના માસુમ ફલનો જીવ લીધો હતો આ ઘટનામાં કોન્ટ્રાકટ નસગ કર્મચારીને છૂટી કરી તપાસ કમિટીએ તપાસ કરી રિપોર્ટ સરકારમાં મોકલી આપ્યો છે. દૂધ જેવી ઘટના સાફ છે કે જે નસગના છાત્રએ ઇન્જેકસન આપ્યું તેના નામ સહીત જાહેર કરવામાં આવ્યું છે. અને ફરજ પરના નસગ કર્મચારીઓએ પોતાનો બચાવ રજૂ કરી નિવેદનોમાં ઘટના વર્ણવી છે. ત્યારે નસગ છાત્ર ની સાથે ફરજ પરના ઇન્ચાર્જ, સિનિયર સ્ટાફ અને મેટ્રન કે જેમણે પોતાની જવાબદારીમાં નિષ્કાળજી દાખવી આ તમામ સામે આકરા પગલાં લેવા જોઈએ પરંતુ હજુએ દૂધમાંથી પાણી અલગ કરવા રાયનું આરોગ્ય વિભાગ મથી રહ્યું હોઈ તેમ ઘટનાના આટલા દિવસ પછી પણ કર્યવાહી ન થવા પાછળ લાગી રહ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્રારા પણ ઠોસ તપાસ કરવામાં આવી નથી આ જોતા માનવ જિંદગીનું મૂલ્ય જાણે કોડીનું હોઈ તેમ લાગી રહયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech