રીલ્સ બનાવવાની ઘેલછા આજકાલ યુવાનોના માનસ પર એટલી બધી હાવી થતી જાય છે કે તેના માટે જીવ પણ જોખમમાં મુકવા તેઓ તૈયાર થઈ જાય છે. વ્યવસાયે સીએ અને જાણીતી ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર અન્વી કામદારે આ જ રીતે જીવ ગુમાવવો પડ્યો. તે કુંભે ધોધ પાસે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી.મુંબઈની રહેવાસી અન્વી કામદાર, જે તેણે બનાવેલી ’રીલ’થી પ્રખ્યાત થઈ હતી, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં વીડિયો બનાવતી વખતે ખાઈમાં પડી જતાં તેનું મોત થયું હતું. અન્વી કે જે 27 વર્ષની હતી અને તેના સાત મિત્રો સાથે ફરવા ગઈ હતી, વીડિયો બનાવતી વખતે રાયગઢ જિલ્લાના માનગાંવમાં કુંભે ધોધ નજીક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. માનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈના મુલુંડની રહેવાસી અન્વી વરસાદ દરમિયાન તેના મિત્રો સાથે ધોધ પર ફરવા ગઈ હતી.અન્વી કામદારને ક્યાં ખબર હતી કે રીલ બનાવવાની કળા કે જેના લીધે તેને અપાર લોકપ્રિયતા મલી છે તે જ તેણી તેના મૃત્યુનું કારણ બનશે.અન્વી 16મી જુલાઈના રોજ તેના 7 મિત્રો સાથે ધોધ પર ફરવા ગઈ હતી. સવારે લગભગ 10.30 વાગ્યે, અન્વી એક વિડિયો શૂટ કરી રહી હતી, તે કુંભે વોટરફોલ પાસે એક નાની સ્પાઇક પર ગઈ અને રીલનું શૂટિંગ શરૂ કર્યું. ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ.ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોસ્ટ ગાર્ડની સાથે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારીઓએ પણ મદદ કરી હતી પરંતુ અન્વીને બચાવી શકાઈ નહોતી. અન્વીને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
પ્રવાસીઓને અપીલ
અન્વી કામદારના મોત બાદ મનાગાંવ પોલીસ ઈન્સ્પેક્ટર, તહસીલદાર અને અન્ય સ્થાનિક અધિકારીઓએ પ્રવાસીઓ અને નજીકના લોકોને આ રીતે જીવ જોખમ માં ન મુકવા અપીલ કરી છે અને કહ્યું છે કે લોકોએ જવાબદારીપૂર્વક પ્રવાસનનો આનંદ માણવો જોઈએ. મુસાફરી દરમિયાન સલામતીને પ્રાથમિકતા આપો. પ્રવાસન સ્થળોએ જોખમી વર્તન ટાળો. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ લોનાવલામાં આ રીતે પુર માં એક આખો પરિવાર ફસાયો હતો અને તણાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech