આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ગુજરાત સહિત દેશભરના ૫૫૧ સ્ટેશનોના પુન:વિકાસ અને ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ/અંડરપાસના શિલાન્યાસ/ઉદઘાટન કરવા માટે રૂ. ૪૦,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ દેશને વિડીયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી સમર્પિત કરનાર છે. તેમાં રાજકોટ અને ભાવનગર રેલવે ડિવિઝનના ૨૧ સ્ટેશનોના પુન:વિકાસનો શિલાન્યાસ, ૨૧ રોડ ઓવરબ્રિજ/અંડરપાસનું શિલાન્યાસ અને ૯ રોડ અંડરપાસનું ઉદઘાટન પણ થનાર છે.
રાજકોટ અને ભાવનગર ડિવિઝનના ૨૧ સ્ટેશનનો કરોડના ખર્ચે પુન:વિકાસ કરવામાં આવશે, તેમાં રાજકોટ, જામનગર, મોરબી, ગોડલ, જામજોધપુર, ચોરવાડ રોડ, પોરબંદર, મહુવા, રાજુલા, વેરાવળ, જૂનાગઢ, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોના પુન:વિકાસનો સમાવેશ છે. આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંઢેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપળી, હાપા, જામવંથલી, સિંધાવદર, વાણીરોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચી રેલવે સ્ટેશનો ખાતે ૨૧ રોડ ઓવરબ્રિજ/અંડરપાસનું શિલાન્યાસ અને ૯ રોડ અંડરપાસનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.આમ આવનારા થોડા સમયમાં મુસાફરોને સ્ટેશનો પર અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળશે, તો બીજી તરફ રોડ ઓવરબ્રિજ/અંડરપાસના નિર્માણથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સગવડ મળશે.
રેલવે સ્ટેશન આધુનિક સુવિધાસભર, વિશ્ર્વ કક્ષાના બનાવાશે
રેલ તંત્ર દ્વારા રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારત સરકારે મોડ્યુલર કોન્સેપ્ટ પર વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનના નિર્માણનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જે અંતર્ગત તેને એક ભવ્ય અને વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે પુન:વિકાસ કરવામાં આવશે. -ધ-આર્ટ સુવિધાઓ, સ્ટેશનમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઇટિંગ રૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેંટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech