રાજકોટ મહાપાલિકા દ્રારા વોર્ડ નં.૧૮ કોઠારીયામાં કુલ .૫.૭૩ કરોડના ખર્ચે લાલબહાદુર તથા વિનોદનગર હેડવર્કસ ડીસ્ટ્રીબ્યુશન વિસ્તારમાં ડી.આઇ.પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહર્ત રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઇ રાડીયાના હસ્તે કરાયું હતું.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની વોટર વર્કસ કમિટિના ચેરમેન અશ્વિનભાઇ પાંભરએ જણાવ્યું હતું કે કોઠારીયા વોર્ડ નં.૧૮માં આવેલ શ્રદ્ધા પાર્ક, લાલબહાદુર સોસાયટી, વિનોદનગર સોસાયટી, રંગીલા પાર્ક, ભવનાથ પાર્ક, લાલ પાર્ક તથા આસપાસના જુદા જુદા વિસ્તારમાં પીવાનું શુધ્ધ અને પૂરતા ફોર્સથી યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહેશે તેમજ લાઈન લીકેજનો પ્રશ્ન હલ થશે. આ કામથી આ વિસ્તારના આશરે ૮૦૦ થી વધુ કુટુંબોમાં વસવાટ કરતા લોકોને લાભ મળશે.
ઉપરોકત ખાતમુહર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા શાસકપક્ષ દંડક મનિષભાઇ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પેારેટર સંજયસિંહ રાણા, સંદીપભાઇ ગાજીપરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, વોર્ડ પ્રમુખ અનિલભાઈ દોંગા, વોર્ડ મહામંત્રી દિનેશભાઈ કિડીયા, યુવા મોરચા વોર્ડ પ્રમુખ હિમાંશુ રાયગુ, મહિલા મોરચા પ્રભારી માલતીબેન ચાવડા, મહિલા મોરચાના મહામંત્રી સોનલબેન સોમૈયા, મહિલા મોરચાના વર્ષાબેન સભાયા, વોર્ડના આગેવાન નિલેશભાઈ મૂંગરા, હેમતભાઈ કપૂરીયા, મહેશભાઇ આસોદરીયા, મહેન્દ્રભાઇ વાછાણી, બાબુભાઇ સખીયા, નરશીભાઇ સખિયા, યુવરાજસિંહ જાડેજા, મુન્નાભાઈ જોગરાણા, પંકજભાઈ દોંગા, નટુભાઇ વાઘેલા, કેવીણભાઈ વરસાણી તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
February 25, 2025 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech