માલદીવ અને ચીન વચ્ચે તાજેતરમાં થયેલા સંરક્ષણ કરાર પર પણ મોહમ્મદ નશીદે કરી ચર્ચા : ભારતીયોને વેકેશનમાં માલદીવ આવવાની કરી અપીલ
ગયા વર્ષે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે દિલ્હી પહોંચેલા માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતના તાજેતરના બહિષ્કારના એલાનના પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી ઉપરાંત તેમણે માલદીવના લોકો વતી માફી પણ માંગી છે.
મોહમ્મદ નશીદે કહ્યું, "ભારત અને માલદીવ વચ્ચેના તણાવની માલદીવને ઘણી અસર થઈ છે અને હું ખરેખર તેનાથી ખૂબ જ ચિંતિત છું. હું કહેવા માંગુ છું કે માલદીવના લોકોને માફ કરશો, અમને માફ કરશો. આ ઘટના અને આ વિવાદ થયા છે પણ અમે ઈચ્છીએ છીએ કે ભારતીય લોકો તેમની રજાઓમાં માલદીવ આવે. અમારા આતિથ્યમાં કોઈ બદલાવ નહીં આવે."
ભારતના જવાબદાર અભિગમની પ્રશંસા કરતા મોહમ્મદ નશીદે કહ્યું કે દબાણ લાવવાને બદલે ભારતે રાજદ્વારી ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું, "જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ ઇચ્છતા હતા કે ભારતીય સૈન્ય જવાનો ત્યાંથી નીકળી જાય, ત્યારે તમે જાણો છો કે ભારતે શું કર્યું? તેઓએ તેમના હથિયારો ન ચલાવ્યા, તેઓએ કોઈ બળ ન બતાવ્યું.”
ડોર્નિયર ફ્લાઇટ અને હેલિકોપ્ટર અંગેની તાજેતરની ચર્ચાઓ વિશે બોલતા, નશીદે પ્રમુખ મોહમ્મદ મુઇઝુને આવી મંત્રણાઓ બંધ કરવા વિનંતી કરી અને કહ્યું, "તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ મુઇઝુએ આ ચર્ચાઓ કરી, તેમણે આ બધું બંધ કરી દેવું જોઈએ" માલદીવ અને ચીન વચ્ચે તાજેતરમાં થયેલા સંરક્ષણ કરાર પર નશીદે કહ્યું કે મને નથી લાગતું કે તે સંરક્ષણ કરાર છે. મને લાગે છે કે મુઇઝુ કેટલાક સાધનો ખરીદવા માંગતો હતો, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે હાલની સરકારે વિચાર્યું કે તેમના દેશમાં વધુ ટીયર ગેસ અને વધુ રબર બુલેટની જરૂર છે, કેમ કે સરકાર બંદૂકોથી ચાલતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech