રાજકોટથી મુંબઇની ફલાઇટ આજે પણ ટેકઓફ નહીં કરે

  • May 14, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે રાત્રે મુંબઈની લાઈટ કેન્સલ થયા બાદ એરપોર્ટ પર પેસેન્જરો દ્રારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આજે પણ બપોરે ૧૨:૩૦ કલાકની મુંબઈની લાઈટ કેન્સલ કરવાની જાહેરાત એરલાઈન્સ દ્રારા કરવામાં આવી છે. વરસાદના લીધે મુંબઈ માટેની તમામ લાઈટ કેન્સલ કરાય છે. આજે સવારે ઈન્ડિગો દ્રારા તમામ પેસેન્જરોને જાણ કરી દેવામાં આવી છે.

ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની લાઇટ મુંબઈથી રાજકોટ આવી રહી હતી તે દરમિયાન ભારે વરસાદના કારણે મોડી પડી હતી ત્યારબાદ ફરી વખત રાજકોટ માટે ટેક ઓફ થઈ હતી પરંતુ રન વે પર જ ટેકનિકલ ક્ષતિ સર્જાતા આ લાઈટ દોઢ કલાક સુધી રન વે પર પડી રહેતા ફલાઈટમાં બેઠેલા મુસાફરો અકળાય ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો.

ખાસ કરીને રાજકોટ થી મુંબઈ જઈ રહેલા પેસેન્જર માટે આ લાઈટ ઇન્ટરનેશનલ કનેકિટવિટી માટે અગત્યની હતી પરંતુ મુંબઈથી આ લાઈટ કેન્સલ કરી દેવામાં આવતા પેસેન્જરો રોષે ભરાય ગયા હતા. આ દરમિયાન એરલાઇન્સ દ્રારા હીરાસર એરપોર્ટ ખાતે બેઠેલા પેસેન્જરોને નજીકની હોટલ અને ફાર્મ હાઉસમાં રોકાણની સુવિધા આપી હતી યારે ઇન્ટરનેશનલ ફલાઈટના પેસેન્જરોને બે દિવસ આજે અને આવતીકાલ માટે નવી લાઈટ માટેની સુવિધા કરી આપવામાં આવી છે. આ દરમિયાન વરસાદના લીધે અમદાવાદથી પણ મુંબઈ માટેની અનેક કેન્સલ કરી દેવામાં આવી છે તો રાજકોટ થી બપોરે ૧૨:૩૦ કલાકે મુંબઈ માટે ટેક ઓફ થતી લાઈટને કેન્સલ કરી દેવામાં આવી છે


મુંબઈ એરપોર્ટમાં પેસેન્જર સાથેનું પ્લેન રન વે પર દોઢ કલાક પડું રહ્યું
ગઈકાલે વરસાદના લીધે મુંબઈથી અનેક લાઈટ કેન્સલ કરવામાં આવી હતી ત્યારબાદ વાતાવરણ ચોખ્ખું થતા ફરીથી લાઈટ ઉડાન ભરી હતી પરંતુ રાજકોટ માટે આવી રહેલું પ્લેન રન વે પર જ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું હતું. તે પૂર્વે પ્લેનમાં ટેકનિકલ ખામી આવી જતા દોઢ કલાક સુધી પેસેન્જર્સ ને પ્લેનમાં રખાતા તેઓ અકળાયા હતા અને રોષે ભરાયા હતા આ દરમિયાન એરલાઇન્સના કર્મચારીઓ અને પેસેન્જર્સ વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાંથી એક યુવતીએ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application