શહેરમાં તા.૩૧ મે પહેલા પ્રિ-મોનસુન કામગીરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે

  • May 14, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં પ્રિ-મોનસુનની કામગીરી ઝડપભેર ચાલી રહી છે, નદી અને કેનાલની સફાઇ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે, ૧૧ જેટલી ટીમો અલગ-અલગ વિભાગમાં મોકલીને કામગીરી કરવામાં આવે છે ત્યારે તા.૩૧ મે સુધીમાં પ્રિ-મોનસુન કામગીરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે, ત્યારબાદ જયાં-જયાં જ‚ર પડશે ત્યાં આ કામગીરી કરવામાં આવશે તેમ સોલીડ વેસ્ટ શાખાના મુખ્ય અધિકારી મુકેશ વરણવા આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ, દરેડ, ખોડીયાર કોલોની, ગોકુલનગર, ઇન્દીરા રોડ, અંબર ચાર રસ્તા, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની મુખ્ય કેનાલ આવેલી છે, કુલ લંબાઇ ૪૦ કિ.મી. જેટલી થાય છે અને આ લગભગ કેનાલ અને નદી-નાળા એક વખત સાફ-સફાઇ કરી દેવામાં આવ્યા છે, તા.૨૫ એપ્રિલથી આ કામગીરી શ‚ કરાઇ છે, જેનો પ્રથમ રાઉન્ડ તા.૩૧ મે સુધીમાં પુરો થઇ જશે અને બીજા રાઉન્ડમાં જયાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી સફાઇની કામગીરી અવિરત કરવામાં આવશે. 

રંગમતી અને નાગમતી નદીને ચોખ્ખી કરવા માટેની કામગીરી કરવામાં આવી છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓએ આ કામગીરી શ‚ થઇ તે પહેલા શહેરના લાલવાડી, મોહનનગર, ગુલાબનગર જેવા વિસ્તારની મુલાકાત લઇને ગયા વખતે જયાં-જયાં પાણી ભરાયું હતું ત્યાં આ વખતે પાણી ન ભરાય તે માટે પણ અધિકારીઓને સુચના આપી છે અને તે મુજબ કામગીરી થઇ રહી છે, હાલ તો પ્રિ-મોનસુન કામગીરીનું સતત મોનીટરીંગ થઇ રહ્યું છે.

આ ઉપરાંત સફાઇની કામગીરીમાં ભૂગર્ભ ગટર અને સિવીલ વિભાગનો સ્ટાફ મુકવામાં આવ્યો છે, તમામ ભૂગર્ભ ગટરના મુખ્ય હોલ અને ગટરની કામગીરી જુદા-જુદા કોન્ટ્રાકટર પાસે કરાવવામાં આવી રહી છે, ગયા વખતે અમુક વિસ્તારમાં નબળી કામગીરી થઇ હોવાનો પણ કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં જણાવ્યું હતું અને આવા કોન્ટ્રાકટરો સામે કડક પગલા લેવા પણ સુચના આપવામાં આવી હતી. 

મ્યુ.કમિશ્નર દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી સારી રીતે થાય તે માટે અલગ-અલગ વિભાગોમાં અધિકારીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે, જો કે લગભગ ૫૦ ટકા જેટલી કામગીરી પુરી થઇ ચૂકી છે અને બાકીની કામગીરી ૧૫ દિવસમાં આટોપી લેવામાં આવશે, ગયા વખતે ગુલાબનગર વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી લોકોનો રોષ પણ ફાટી નિકળ્યો હતો અને સાંસદ, ધારાસભ્ય, મેયર અને ચેરમેન સહિતના પદાધિકારીઓને રજૂઆત પણ કરી હતી. 

ખાસ કરીને રણમલ તળાવમાં આવતી દરેડ ખાતેની કેનાલ હાલ તો ચોખ્ખી કરી દેવામાં આવી છે, પરંતુ પ્રથમ વરસાદ બાદ ઘણી વખત આ કેનાલ ભરાઇ જાય છે, જેને કારણે તળાવમાં પાણીની આવક ઘટી જાય છે. આ વખતે આવું ન બને તે માટે પહેલેથી જ સર્તકતા રાખવી પડશે અને જયાં-જયાં કેનાલમાં થોડો ઘણો કચરો ભરાય ત્યારે આ કેનાલો સાફ કરાવી પડશે. ઘણી વખત એવું બને છે કે, અત્યારે પ્રિ-મોનસુન કામગીરીમાં કેનાલોને સાફ કરી દેવામાં આવે છે, પરંતુ પ્રથમ રાઉન્ડમાં બે-ત્રણ ઇંચ વરસાદ પડયા બાદ ફરીથી આ કેનાલની સફાઇ જ‚રી બની જાય છે. સોલીડ વેસ્ટના અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસુ ચાલે ત્યાં સુધી વખતોવખત કેનાલ સફાઇની કામગીરી કરવામાં આવશે અને હાલ તો પ્રિ-મોનસુનની કામગીરી પર સતત વોચ રાખવામાં આવી રહી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application