આવતી કાલથી શરૂ થતો ગણપતિ ઉત્સવ ભારતનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર પર મુંબઈના લાલબાગચા રાજાની દર વર્ષે આતુરતાથી રાહ જોવામાં આવે છે. ત્યારે ગણપતિ બાપ્પા મોર્યા સાથે મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લુક ગઈકાલે ગણેશ ચતુર્થી પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. મુંબઈના લાલબાગચા રાજાના મસ્તક પર 16 કરોડ રૂપિયાનો મુગટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહે છે. મરૂન કલરના વસ્ત્રોમાં સજ્જ બાપ્પાની ઝલક જોઈને ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
લાલબાગચા રાજા અથવા 'લાલબાગનો રાજા' એ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી વધુ જોવા મળતું ગણેશ મંડળ છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધી લાખો મુંબઈકર પ્રતિમાની ઝલક જોવા માટે દર વર્ષે લાલબાગ ખાતે લાંબી કતારોમાં ઉભા રહે છે.
મહારાષ્ટ્રમાં ગણેશ ભક્તો માટે ટોલ ટેક્સ માફ
ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ગઈકાલ 5 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી તમામ ગણેશ ભક્તો માટે ટોલ ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે આની જાહેરાત કરી હતી. બુધવારે આ સંબંધમાં સરકારી નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ છૂટછાટ મુંબઈ-બેંગલુરુ નેશનલ હાઈવે, મુંબઈ-ગોવા નેશનલ હાઈવે અને જાહેર બાંધકામ વિભાગ હેઠળના અન્ય રસ્તાઓ પરના ટોલ બૂથ પર લાગુ થશે.
ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મ તરીકે ઉજવવામાં આવે છે અને તે 10 દિવસ સુધી ચાલનારા સૌથી લોકપ્રિય હિન્દુ તહેવારોમાંનો એક છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ભગવાન ગણેશ તેમની માતા પાર્વતી સાથે પૃથ્વી પર આવે છે. ગણેશ ચતુર્થીમાં ભગવાન ગણેશના જન્મની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. ભારત અને વિદેશમાં ભક્તો શાણપણ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે પંડાલો તૈયાર કરે છે, પ્રાર્થના કરે છે અને ધાર્મિક વિધિઓ કરે છે.
ઉત્સવનું સમાપન ભવ્ય નિમજ્જન સાથે થાય છે.જ્યાં મંત્રો અને સંગીતના મંત્રોચ્ચાર વચ્ચે ગણેશની મૂર્તિઓને જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે. ઉત્સવના સમયગાળાને 'વિનાયક ચતુર્થી' અથવા 'વિનાયક ચવિથિ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થી મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લાખો ભક્તો ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ભેગા થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMબે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર
May 15, 2025 02:36 PMયુવાને રાષ્ટ્રીય સ્તરની સોફટબોલ સ્પર્ધામાં કર્યુ ઉત્કૃષ્ટ પ્રદર્શન
May 15, 2025 02:29 PMપોરબંદર જિલ્લામાં વધતુ જતુ ક્ષારનું પ્રમાણ અટકાવવા સરકાર કટિબધ્ધ
May 15, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech