હવે કરછના બંન્નીના ઘાસિયા મેદાનમાં ચિકારા ઉછળતા કુદતા જોવા મળશે. રાજ્યના વન મંત્રાલય દ્વારા ૧.૫ હેક્ટર જમીનમાં પ્રોજેક્ટ ચિકારા આકાર લઈ રહ્યો જેમાં પ્રમ તબક્કે ૨૦ જેટલા ચિકારાઓને લાવવામાં આવશે અને તેનું સંવર્ધન કરવામાં આવશે.
કચ્છના બન્ની વિસ્તારમાં હવે ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે. ૧.૫ હેક્ટર વિસ્તારમાં પ્રોજેક્ટ ચિંકારા આકાર પામશે. રાજ્ય સરકાર દ્વારા હવે બન્નીમાં પ્રોજેક્ટ ચિતા બાદ પ્રોજેક્ટચિંકારા અમલી કરાયો છે. આ વિસ્તારમાં ખુલ્લ ા પાંજરામાં અંદાજિત ૨૦ ચિંકારા મૂકવામાં આવશે અને ત્યારબાદ તેના પ્રજનન અને સંવર્ધન માટે અલાયદી વ્યવસ ઉભી કરવામાં આવશે. હાલની સ્િિતએ બાંધકામ માટે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.ત્યારબાદ નારાયણ સરોવ૨ અભ્યારણમાં ચિંકારા મુક્તપણે વિચરણ કરતા યા બાદ જ જંગલ સફારી શરુ કરવામા આવશે.
જેનુ બાંધકામ ૪૦ દિવસમાં પૂર્ણ કરવામા આવશે ત્યારબાદ અન્ય સવલતો ઉભી કરવામાં આવશે. આ બાબતને બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના નાયબ વન સંરક્ષક બી.એમ પટેલે સર્મન આપતા વધુમાં જણાવ્યું કે, આ બ્રીડીંગ સેન્ટર કી ચિંકારાની વસ્તીમાં નોંધપાત્ર વધારો શે.બન્ની વિસ્તારમાં ચિતા સંવર્ધન કેન્દ્રનો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે એ વચ્ચે તૃણાહારી પ્રાણીચિંકારા પણ બન્નીમાં ઉછળકૂદ કરતા જોવા મળશે.
આ મુદ્દે ગાંધીનગર સ્તિ એપીસીસીએફ એ.પી સિંઘે જણાવ્યું કે, ગુજરાતનું આ પહેલું ચિંકારા પ્રજનન કેન્દ્ર હશે. નારાયણ સરોવ૨ અભ્યારણમાં ચિંકારા મુક્તપણે વિચરી રહ્યા છે, જ્યાં તાજેતરમાં જ જંગલ સફારી શરુ કરવાની સરકારે વિચારણા કરી છે.
ચિંકારા સામાન્યત: વર્ષમાં બે વખત બ્રીડિંગ કરતા હોય છે. પહેલા ઓગસ્ટ-ઓક્ટોબરના અંતમાં અને પછી ફરીી માર્ચ-એપ્રિલમાં. માદા ચિંકારા સગર્ભાવસના સાડા પાંચ મહિનાના સમયગાળા પછી એક બચ્ચાને જન્મ આપે છે, જે સંપૂર્ણ રીતે વિકસિત તા બે મહિના જેટલો સમયગાળો લાગે છે તેમ તજજ્ઞો જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech