રાજકોટ મહાનગરપાલિકા તત્રં શહેરમાં વધતો જતો રોગચાળો રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે, સતત ત્રીજા સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા અને ઉલ્ટીના કુલ ૧૦૪૭ કેસ નોંધાયા છે. ઉનાળાની ઋતુ માં પ્રથમ વખત પાણીજન્ય રોગ એવા ટાઈફોઇડના ત્રણ કેસ મળ્યા છે. એકંદરે શહેરમાં ઋતુજન્ય, પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થતા શહેરમાં ભર ઉનાળે ઘરે ઘરે માંદગીના ખાટલા અને દવાખાનામાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે.
વિશેષમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ આજે જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ અનુસાર શહેરમાં છેલ્લા એક સાહમાં શરદી ઉધરસના સૌથી વધુ ૫૯૭, સામાન્ય તાવના ૨૮૪ અને ઝાડા ઉલ્ટીના ૧૬૦ કેસ, ટાઇફોઇડના ત્રણ કેસ, ડેંગ્યુનો એક કેસ, ચિકુન ગુનિયાનો એક કેસ સહિત કુલ ૧૦૪૭ કેસ નોંધાયા છે.
ભર ઉનાળે પણ મચ્છરનો ઉપદ્રવ યથાવત રહેતા શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત ૫૩૦ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરના ઉપદ્રવ અંગે ચેકિંગ કરીને રહેણાંકમાં ૨૩૬ અને કોમર્શિયલમાં ૧૨૪ સંકુલોને મચ્છર ઉત્પતિ બદલ નોટિસ ફટકારવામાં આવી હતી
જાહેર કરેલા કેસ કરતા કેસોની વાસ્તવિક સંખ્યા ૧૦ ગણી વધુ છે ! ખાનગી તબીબો
રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્રારા જાહેર કરાતી રોગચાળા ની વિગતો અને કેસોની સંખ્યાની તુલનાએ શહેરમાં ૧૦ ગણા વધુ કેસ હોવાનું ખાનગી તબીબો જણાવી રહ્યા છે. શહેરમાં હાલ ટાઈફોઇડના પણ અનેક કેસ છે પરંતુ મહાપાલિકાના રેકર્ડ ઉપર નોંધાતા ન હોય તેવું બની શકે ! આઠવા મહાપાલિકા તમામ ખાનગી દવાખાનામાંથી પુરી વિગતો એકત્રિત ન કરતી હોય તેવું પણ બની શકે છે
આઇસ ફેકટરીઓ, કોલ્ડિ્રંકસ– ગોલાની દુકાનો અને આઈસ્ક્રીમ પાર્લર્સમાં ચેકિંગ કેમ બંધ?
રાજકોટમાં પાણીજન્ય રોગચાળા ટાઇફોઇડના કેસ મળવા લાગ્યા હોવા છતાં ઉનાળાની ચાલુ સીઝનમાં હજુ સુધી એક પણ વખત આઇસ ફેકટરીઓ, કોલ્ડડિં્રકસ અને ગોલાની દુકાનો કે આઈસ્ક્રીમ પાર્લર્સમાં ચેકિંગ કરાયું નથી. આવી બેદરકારીને કારણે જ રોગચાળો વકર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech