શહેરમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગના પડઘા હજુ શમ્યા નથી.તેવામાં રવિવારે બંગળી બજારમાં ભાભા બજાર કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે પતરાના શેડમાં રાખેલ ગિફ્ટ આર્ટિકલનો માલ સળગીને ખાખ થઈ ગયો હતો. સાંકળી બજાર હોવાથી મોટું ફાયર ટેન્કર ન ઘુસી શકતા મીની ટેન્કરથી કામગીરી કરાઈ હતી.ભારે જહેમત ઉઠાવી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.બંગળી બજારમાં મોટી સંખ્યામાં શહેર અને આસપાસના ગામડાઓમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય છે પણ ગઇકાલે રવિવાર હોવાથી સદનસીબે લોકોની ભીડ ન હોય મોટી દુર્ઘટના બનતા અટકી હતી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ,સવારે સાડા દસ વાગ્યે રાજકોટની બંગળી બજાર, ઘી કાંટા રોડ, ભાભા બજાર કોમ્પ્લેક્સના ત્રીજા માળે આગ લાગ્યાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયરની ટીમ તાકીદે અહીં પહોંચી હતી. ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ગઢવી, એસટીઓ દવે, યોગેશ જાની, મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ, બેડીપરા, રેલનગર અને કાલાવડ રોડ સહિતના ફાયર સ્ટેશનોના સ્ટાફને દોડાવવામાં આવી હતી. ટીમો પાંચ ફાયર ટેન્કર સાથે પહોંચી હતી. ખૂબ જ સાંકળી જગ્યા હોવાથી ભારે જહેમત ઉઠાવી પડી હતી. સતત બે કલાક સુધી 4 લાઈન કનેક્ટ કરી પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી.
ત્રીજા માળે પતરાના શેડમાં જ્યાં આગ લાગી હતી તેના માલિક દુષ્યંતભાઈ મહેતા છે. તેઓએ નિલેશભાઈ મહેતા અને કામેશભાઈ ભુપતાણીને શેડ ભાડે આપેલ. બંને ભાડુઆત પણ દોડી ગયા હતા. આ શેડમાં અરિહંત ગિફ્ટ શોપ નામે વ્યવસાય કરતા હતા. ફાયર વિભાગને જાણ કરનાર પાર્થભાઈએ જણાવ્યું કે, ધુમાડા દેખાતા તેણે ફાયર વિભાગમાં જાણ કરી હતી.આગની આ ઘટનાને લઇ પીજીવીસીએલની ટીમ પણ ખડેપગે રહી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો હતા. પણ કોમ્પ્લેક્સ પાસે ફાયર એનઓસી નહોતું. અને શેડ પણ ગેરકાયદે હોય આ ઘટનામાં બેદરકારી સામે આવી હોય કોર્પોરેશન દ્વારા સિલીંગની કાર્યવાહી કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech