પ્રેમના વરસાદમાં ભીંજવશે ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની

  • November 16, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'નવેમ્બરની ઠંડીઓમાં ભીતરને ભીંજવી દેશે એવી ફિલ્મ છે'. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની ફિલ્મ વિશે વાત કરતા હિતેન કુમારે વધુમાં જણાવ્યું હતું કે, કોઇને પણ કોઇ સાથે પ્રેમ થાય પણ કહેવું કેમ ? તેની ગુંજવણ હોય ત્યારે આ ફિલ્મ જોશો કે તરત કહેવાની હિંમત આવી જશે. આ ફિલ્મ રાઘવ અને વીર નામના બે પાત્રઓ શરૂ કરેલ મેરેજ બ્યુરો ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની પર આધારિત છે. જેમાં યુવાનો જીવનસાથીની શોધમાં આવે છે. આ દરેક યુવાન પોતાની અલગ સ્ટોરી અને ગુંચવણ સાથે આવે છે. પરંતુ જયારે ૭૦ વર્ષના દાદા મેટ્રોમોનીમાં આવે ત્યારે મેટ્રોમોની ચલાવતા વીર (તત્સત મુનશી) અને રાઘવ (મિત્ર ગઢવી) સહિત અનેક યુવાનો પણ મુંઝવણમાં મુકાય છે. પરંતુ આ વૃધ્ધના કારણે જ તેમની લાઇફની ગુંચવણો ઉકેલવા લાગે છે. પ્રિતસિંહ ગોહિલ દિગ્દશિર્ત આ ફિલ્મમાં હિતેનકુમાર ઉપરાંત છેલ્લ ો દિવસ ફેઇમ મિત્ર ગઢવી, કેરલા સ્ટોરી ફેઇમ બોલીવુડ સ્ટાર સિધ્ધી ઇદનાની, દેવર્ષી શાહ અને તત્સત મુનશી મુખ્ય ભૂમિકામાં છે. જાનવી ચોપડા લિખિત આ ફિલ્મ અન્ય ગુજરાતી ફિલ્મ કરતા થોડી અલગ છે. એમ જણાવતા મિત્ર ગઢવીએ જણાવ્યું હતું કે, ફિલ્મ યુવાનોને અરેંજ મેરેજના પ્રેમમાં પાડી દેશે. આ ફિલ્મનું શુટિંગ ૪૧ દિવસમાં અમદાવાદ, વડોદરા, ચાંપાનેર અને પાવાગઢમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું એક ગીત 'નાચ...' ધૂમ મચાવી રહ્યું છે. જયારે અન્ય એક ગીત 'જીણી રે...' આજે રીલીઝ થશે. આ ઉપરાંત ફિલ્મમાં અન્ય બે ગીત પણ છે જે દર્શકોને ખુબ ગમશે

ફિલ્મમાં વ્યકિતના ભીતરનો અને બહારનો વરસાદ ભીંજવી દેશે: હિતેનકુમાર

ઉંચી મેડીના ઉંચા મોલ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવા ગુજરાતી ફિલ્મોથી લોકોના હૃદયમાં વસેલા હિતેનકુમાર ફિલ્મમાં રુસ્તમકાકાનું પાત્ર ભજવી રહ્યા છે. તેમણે ફિલ્મ વિશે વાત કરતા આજકાલની ટીમને જણાવ્યું હતું કે, આ ફિલ્મ યુવાનોથી શરૂ કરી વૃધ્ધો સુધી તમામને જકડી રાખશે. ફિલ્મમાં સાથીની શોધના કારણે અનેક ગુંચવણો ઉભી થાય છે તેમણે જણાવ્યું હતું કે પ્રેમ અને સંબંધોની ગુંચવણ ઉકેલવામાં વરસાદે પણ મહત્વનું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત તેમણે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે તેમને અત્યારની યુવા પેઢી સાથે કામ કરવું ખુબ જ પસદં પડે છે. તેનો આ ફિલ્મમાં ખુબ જ સારો અનુભવ રહ્યો છે.

ગુજરાતી ભાષામાં ફિલ્મ કરવાની મારી વર્ષેાની ઇચ્છા પૂર્ણ થઇ: સિધ્ધી ઇદનાની
ધ કેરેલા સ્ટોરી ફિલ્મથી પ્રખ્યાત થયેલ અભિનેત્રી સિધ્ધી ઇદનાનીએ જણાવ્યું હતું કે તેના મમ્મી ગુજરાતી હોવાથી તેની વર્ષેાથી ગુજરાતી ફિલ્મ કરવાની ઇચ્છા હતી. તેમણે તેલુગુ ભાષામાં ચાર, તામીલમાં ચાર, હિન્દીમાં બે ફિલ્મોમાં લીડ રોલમાં કામ કયુ છે અને હાલમાં ધ ગ્રેટ મેટ્રીમોનીયલ ફિલ્મમાં ઇતિશ્રીનું પાત્ર ભજવી રહ્યા છે. તેમણે ફિલ્મની સ્ટોરી વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેનું પાત્ર એક એવી યુવતીનું છે જે મન અને હૃદયની ગુંચવણ વચ્ચે ફસાયેલી છે. સિધ્ધીએ કેરેલા સ્ટોરી ફિલ્મમાં બહત્પ સુંદર અભિનય આપ્યો હતો. આ ફિલ્મ ભારતભરમાં તેના સબજેકટના કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. હિન્દુત્વવાદી દર્શકોએ ફિલ્મનેે વધાવી હતી યારે અમુક રાજકિય પક્ષોએ ફિલ્મને પ્રચારનો એક ભાગ ગણાવી હતી.

જે કયારેય પ્રેમમાં નથી પડયા તે ફિલ્મ જોયા બાદ કોઇના પ્રેમમાં પડી જશે: મિત્ર ગઢવી

ફિલ્મ વિશે વાત કરતા મિત્ર ગઢવીએ જણાવ્યું હતું કે ફિલ્મમાં વરસતા વરસાદ સાથે પ્રેમની વાત સંકળાયેલ છે. ફિલ્મમાં દરેક જનરેશનનો પ્રેમ છે. દર્શકો સામાન્ય રીતે કોમેડી ફિલ્મ પસદં કરતા હોય છે પરંતુ આ ફિલ્મ પ્યોર લવસ્ટોરી છે જે લોકો કયારેય પ્રેમમાં નથી પડયા તે પણ ફિલ્મ જોયા બાદ કોઇકના પ્રેમમાં પડી જશે. તેમણે જણાવ્યું હતું કે તે હવે એકશન ફિલ્મ કરવાની ઇચ્છા ધરાવે છે.મિત્ર ગઢવી શરૂઆતમાં છેલ્લો દિવસ વગેરે ફિલ્મોમાં કોમેડી રોલ કરતો હતો પણ હવે રોમેન્ટિક રોલમાં તેણે બખૂબી ટ્રાન્સફોર્મેશન કયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application