નિર્દેશક કિરણ રાવની ફિલ્મ લપતા લેડીઝ આ વર્ષની આશ્ચર્યજનક બોલિવૂડ હિટ ફિલ્મોમાંની એક છે. 1 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ન તો બોલિવૂડનો કોઈ મોટો ચહેરો હતો કે ન તો તે કોઈ મોટા પ્રોડક્શન હાઉસની મોટા બજેટની ફિલ્મ હતી.ફિલ્મની વાર્તાએ જ કમાલ કરી છે કે આ ખૂબ જ નાના બજેટની ફિલ્મ થિયેટરોમાં હિટ સાબિત થઈ. 26 એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સ પર રિલીઝ થયા પછી, લપતા લેડીઝ એ વધુ લોકપ્રિયતા મેળવી અને લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી.
હવે કિરણ રાવની આ ફિલ્મે મોટો ચમત્કાર કર્યો છે. લપતા લેડીઝ હવે રણબીર કપૂરની બ્લોકબસ્ટર એનિમલને પછાડીને નેટફ્લિક્સ પર બીજી સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે.
નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની વિવાદાસ્પદ બ્લોકબસ્ટર એનિમલ 26 જાન્યુઆરીના રોજ નેટફ્લીક્સ પર રિલીઝ થઈ હતી. સેકનિલ્કના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર 13.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. કિરણ રાવની લપતા લેડીઝને 24 દિવસમાં 13.8 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને હવે 2024માં નેટફ્લિક્સ પર બીજી સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ છે.
17 મિલિયનથી વધુ વ્યૂ સાથે, હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની 'ફાઇટર' નેટફ્લિક્સ પર અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ છે. અજય દેવગનની 'શૈતાન' પણ ઝડપથી વ્યુઝ મેળવી રહી છે અને નેટફ્લિક્સ પર તેને 17 દિવસમાં 13 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જે ઝડપે લપતા લેડીઝ ઓડિયન્સ મેળવી રહી છે તે પ્રમાણે તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર 'ફાઇટર'ને પાછળ છોડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech