આહીર પ્રીમિયર લીગની પાંચમી સિઝનનો આવતીકાલથી પ્રારંભ

  • December 20, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ અને ગાંધીનગર કનેક્ટિંગ આહીરના કોન્સેપ્ટ સાથે અમદાવાદમાં આવતીકાલ તા. ૨૧ ડિસેમ્બરથી આહીર પ્રીમિયર લીગની પાંચમી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વર્ષ ૨૦૧૭ માં ૮ ટીમ સાથે શરૂ થયેલી સફરમાં પાંચમી સિઝનમાં ટીમો વધીને ૨૪ એ પહોંચી ગઈ છે.
 સ્પર્ધાત્મક ક્રિકેટ સાથે દરેક ફિલ્ડના પ્રોફેશનલ્સ એક મંચ પર આવી યુવાનોને મદદરૂપ થઈ શકે તે હેતુસર દરવર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ક્રિકેટના માધ્યમથી એકબીજા સાથે પરિચય અને દરેક ફિલ્ડ માટે યુવાનો માટે માર્ગદર્શનનો એક મંચ મળે તેના કારણે આ સમગ્ર ટૂર્નામેન્ટનોપ્રારંભ કરાયો હતો એપીએલની પાંચમી સિઝન ડે-નાઈટ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application