પુત્રવધૂના ન્યૂડ વીડિયો બનાવવા હોટેલના રૂમમાંથી સસરાએ તૈયાર કર્યો હતો થેરાપી રૂમ

  • August 17, 2023 12:36 PM 

ભદ્ર સમાજને કલંકિત કરતો કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો છે. જેમાં સાસુ, સસરા અને પતિએ પોતાની જ પત્નિના ન્યૂડ વિડીયો બનાવી પૈસા કમાયા હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા આ બનાવ પ્રકાશમાં આવ્યો. ત્યારે આજે સાસુ સસરાં દ્રારા પરિણીતાનો ન્યૂડ વિડીયો ઉતારવાનો મુદે વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. હોટેલના રૂમમાં આરોપી સસરાએ થેરાપી રૂમ તૈયાર કર્યો હતો. થેરાપી રૂમમાં વજન ઘટાડવાની ટ્રિટમેન્ટ ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે હોટેલના રૂમમાં  કેમેરાએ અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે થેરાપી સેન્ટરમાં તપાસ હાથ ધરી છે. અહીંથી કોઇ ન્યૂડ વિડીયો અપલોડ થયો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 


સમગ્ર બનાવને લઈને પોલીસે ફરિયાદના આધારે હાલ સાસુ, સસરા અને પતિને સંકજામાં લીધા છે. આજે પતિ, સાસુ અને સસરાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજુ કરવામાં આવશે. રાજકોટમાં આ બનેલા કિસ્સાએ ખળભળાટ મચાવી નાખ્યો છે. પોતાની જ પુત્રવધૂ સાથે આ પ્રકારની બિભસ્ત હરકતોમાં સાસુ-સસરાની સંડોવણી સામે આવી છે. મહત્વનું એ પણ છે કે, આ બાબતે પતિએ પણ સહકાર આપ્યો અને પોતાની જ પત્નીના ન્યૂડ વિડીયો ઉતારી પોર્ન સાઇટમાં અપલોડ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application