શહેરમાં લૂંટ, વાહન ચોરી અને મારામારીના છ જેટલા ગુનામાં જુદા જુદા પોલીસ મથકના ચોપડે ચડી ચુકેલો હિસ્ટ્રીશીટર રમીઝ ઉર્ફે બચ્ચો ઉર્ફે રાહીલ ઈમરણભાઇ જેસડિયા સામે માલવીયાનગર પોલીસે પાસ હેઠળની કાર્યવાહી કરી શખ્સને વડોદરા જેલમાં ધકેલ્યો છે.
રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા ની સૂચના મુજબ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને મિલકત સબંધી ગુનાઓ આચરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપતા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો રમીઝ ઉર્ફે બચ્ચો ઉર્ફે રાહીલ ઈમરણભાઇ જેસડિયા (ઉ.વ.20-રહે-સાધુવાસવાણી રોડ, ગુરુજી નગર આવાસ ક્વાર્ટર)નો ગુનાહિત ઇતિહાસ ઈ-ગુજકોપમાં તપાસતા તેની સામે લૂંટ, વાહન ચોરી અને મારામારીના પ્ર.નગર, યુનિવર્સીટી, એ-ડિવિઝન, તાલુકા પોલીસમાં ગુના નોંધાયેલા છે. શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી માલવીયા પીઆઇ જે.આર.દેસાઈના માર્ગદર્શન હેઠળ તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી આપતા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા માલવીયા નગર પોલીસ મથકના પીએસઆઇ એસ.એ.સિંધી તેમજ ટીમના એએસઆઇ દીપકભાઈ રાઠોડ, હિરેનભાઈ પરમાર, પો.હેડ.કોન્સ મહેશભાઈ રૂદાતલા સહિતનાએ શખ્સને ઝડપી પાડી તેને વડોદરા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.
ખોડિયારનગરમાં રહેતા બુટલેગરને પાસા
પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાએ ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ પાછળ ખોડીયારનગરમાં રહેતા મુસ્તુફા ઈકબાલભાઇ લીંગડીયા(ઉ.વ 28) નામના શખસ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનરે દરખાસ્ત પર મંજૂરીની મોહર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેથી પીસીબીના સ્ટાફે વોરંટની બજવણી કરી આરોપીની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે. આરોપી મુસ્તુફા લીંગડીયા સામે અગાઉ ડીસીબી અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech