દારૂ બાબતે પરિવારે ઠપકો આપતા વીંછિયાના દડલીના યુવકે ઝેર પીધું

  • December 27, 2023 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયા તાલુકાના દડલી ગામે રહેતા સચિન રમેશભાઈ વાળા(ઉ.વ 35) નામના યુવાને અહીં ગામની સીમમાં આવેલી વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાન ચાર ભાઈ એક બહેનના પરિવારમાં મોટો છે તે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવાનને દારૂ પીવાની કુટેવ હોય જેથી આ બાબતે પરિવારજનોએ ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે અન્ય એક બનાવમાં કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે રહેતા અનિલ જતીનભાઈ (ઉ.વ 20) નામના યુવાને ગામની સીમમાં આવેલી વાડીએ ગઈકાલ બપોરના સમયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application