બગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાતા અકસ્માત સર્જાયો. બોલેરો ગાડી પલટી મારતા ૧૫ લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે અમરેલી ખસેડાયા હતા એકનું ઘટના સ્થળે મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામેથી ગળધરા ખોડીયાર મંદિરે લાપસી કરવા જઈ રહેલ પરીવારને અકસ્માત નડો હતો.
બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે ૧૫ લોકોને નાની મોટી ઈજાઓ થતાં ૧૦૮ દ્રારા તાત્કાલિક બગસરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેમાં વિજયાબેન મનોજભાઈ વાવલીયા (ઉ.વ.૪૦ રહે. ઢુંઢિયા પીપળીયા)નું ઘટના સ્થળે અકસ્માતમાં મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે ત્યારે અન્ય ૧૦ લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા તમામ લોકોે સારવાર અર્થે આ અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈ પોલીસ દ્રારા તપાસ હાથ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું. મોટો બનાવ બન્યો છતાં હોસ્પિટલે પોલીસ ફરકી ન હતી ધારાસભ્ય અમરેલીના સ્થાનિક વિસ્તારના બંને હદના એક પણ ધારાસભ્ય ફરકીયા ના હતા. આ ઘટના બાબતે ડ્રાઇવર મેહત્પલભાઈ સંગ્રામભાઈ સાનિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઢુંઢિયા પીપરીયાથી ધારી ગળધરા લાપસી માટે જતા હતા ત્યારે અચાનક હડાળા પાસે સ્ટેરીંગની ચોકડી તૂટી જતા બોલેરો પલટી મારી ગયો હતો ડ્રાઇવરને માથાના ભાગે ઇજા પહોંચી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરનો હાઇવે રકતરંજીત: કુલ પાંચના મોત
November 18, 2024 01:14 PMજામનગર: યુરિયા અને ડીએપી ખાતર સાથે નેનો બોટલ ફરજિયાત આપવામાં આવતા ધ્રોલ પંથકના ખેડૂતોમાં નારાજગી
November 18, 2024 01:03 PMજામનગરમાં રોગચાળો યથાવત: બે દિ’માં તાવના 280 અને ડેન્ગ્યુના 70 દર્દીઓ
November 18, 2024 12:55 PMજામનગરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ: લઘુતમ તાપમાન 18 ડીગ્રી
November 18, 2024 12:53 PMગુલાબનગરમાં મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત
November 18, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech