જસદણ તાલુકાના આટકોટ આસપાસના અનેક ગામડાના લોકોએ જસદણ સુરત એસટી બસનો ટ આટકોટ સુધી લંબાવવા માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હતી જેને પગલે કુંવરજીભાઈ બાવળિયાએ આ અંગે ગુજરાત એસટી નિગમને સૂચના આપી હતી. આ સૂચનાને પગલે જસદણ એસટી ડેપો દ્રારા સંચાલિત સવારે ૭.૩૦ કલાકે ઉપડતી જસદણ સુરત તેમજ સાંજે ૬.૩૦ કલાકે ઉપડતી જસદણ સુરત એસટી બસ આટકોટ સુધી લંબાવવામાં આવી છે. હવેથી આ બસ ટ આટકોટ જસદણ સુરત બસ ટ તરીકે કાર્યરત રહેશે. તેમજ રિટર્નમાં સુરત જસદણ આટકોટ બસ ટ તરીકે કાર્યરત રહેશે.
આ સુવિધા વધવાથી આટકોટ, જંગવડ, પાંચવડા, જસાપર, ડોડીયાળા, સાણથલી, જીવાપર, ખારચીયા, વીરનગર, મોટા દડવા, બાબરા, ચરખા, કોટડાપીઠા, ઉટવડ સહિતના અનેક ગામડાઓના મુસાફરોને સુવિધા વધશે. આ તમામ ગામડાના લોકો સુરત સાથે રોજિંદો વ્યવહાર ધરાવે છે અને સુરત સાથે સીધો જ અવર–જવરનો વ્યવહાર ધરાવે છે જેથી આ તમામ ગામડાના લોકોને ખૂબ જ ફાયદો થશે