રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3માં નવા ભળેલા માધાપર વિસ્તારમાં હાલ ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદ વચ્ચે પણ આડેધડ બેફામ ખોદકામ અને રસ્તાકામ ચાલુ રાખવામાં આવ્યું હોય આજે એક સ્કૂલ બસનું ડ્રાઇવર સાઇડનું આખું ટાયર રસ્તામાં ખૂંપી ગયું હતું, જો કે સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી અને ચમત્કારિક બચાવ થયો હતો. જો બસની સ્પીડ થોડી પણ વધુ હોત તો રસ્તા ઉપર કરાયેલા આડેધડ ખોદકામ અને ત્યારબાદ યોગ્ય પધ્ધતિસર બુરાણ કરાયું ન હોય તેવા કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હોત તે નક્કી છે, ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે મહાપાલિકાતંત્ર તાકીદે પગલાં લ્યે તેવી પ્રબળ લોકમાંગ માધાપર વિસ્તારના રહીશોમાંથી ઉઠવા પામી છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.3ના માધાપર વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે હાલ ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદ વચ્ચે માધાપર વિસ્તારમાં ચારેબાજુ કરાયેલા ખોદકામ અને રસ્તામાં પાથરેલી માટીના કારણે આજે એક મોટી દુર્ઘટના સર્જાતાં સ્હેજમાં રહી ગઇ હતી, માધાપર વિસ્તારમાંથી પસાર થઇ રહેલી નોર્થ સ્ટાર સ્કુલની સ્કૂલ બસનું આગળનું ડ્રાઇવર તરફનું આખું ટાયર રસ્તામાં ખૂંપી જતા અહીં બસ ફસાઇ ગઇ હતી. માધાપરના રહેવાસીઓએ ઉમેર્યું હતું કે તેઓ મોસમનો પહેલો વરસાદ વરસ્યો ત્યારથી જ પરેશાન છે, સમગ્ર માધાપર વિસ્તારમાં ચારે બાજુ કાદવ કિચડનું કાડવનું સામ્રાજ્ય સર્જાઇ ગયું છે. બાળકો અને વૃદ્ધો અનેક વખત પડે છે તેમજ અનેક ટુ વહીલર ચાલકો અવાર નવાર સ્લીપ થાય છે.
તાજેતરમાં જ વર્ષાઋતુને અનુલક્ષીને રસ્તાકામથી લોકોને થતી હાલાકી નિવારવા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા ખોદકામ બંધ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી પરંતુ તેનો કોઇ જ અમલ કરાયો નથી. રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા વિસ્તારોમાં હાલ ડી.આઇ. પાઇપલાઇન નાંખવાની કામગીરી તથા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ઉપરાંત પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલ લોક ફરીયાદો મુજબ ચાલુ વરસાદમાં રાહદારીઓને પસાર થવામાં અગવડતા પડી રહી છે, તેમજ રસ્તા પર પાઇપલાઇન નાંખવા માટે કરવામાં આવેલ ખોદકામથી રાહદારીઓને જોખમ ઉપસ્થિત ન થાય તે માટે અગમચેતીના પગલાં બાબતે ચચર્િ માટે ત્રણ દિવસ પૂર્વે તા.24-6-2024ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં વષર્ઋિતુને અનુલક્ષીને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને જોખમ ઉભુ ન થાય અને કોઇપણ જાનહાની નિવારી શકાય તે માટે હાલ ડી.આઇ. પાઇપલાઇન તથા ડ્રેનેજ લાઇન નાંખવા માટે ખોદકામ તાત્કાલિક અસરથી બંધ કરવા જયમીનભાઇ ઠાકર દ્વારા સુચના આપી હતી. વિશેષમાં, ચાલુ વરસાદે વાતવરણમાં રહેલ ભેજના કારણે ડામરનું બોન્ડીંગ કપચી સાથે યોગ્ય રીતે થઇ શકે તેમ ન હોઇ તેમજ હાલ ડામર કામ-પેચવર્ક બંધ રાખવા તેમજ ઓછામાં ઓછા આઠથી દસ દિવસ વરસાદ બંધ રહે ત્યારબાદ પેચવર્કના કામ શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech