અંદાજે પિયા ૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રાજકોટ જિલ્લા પંચાયતના આધુનિક સાધન સુવિધાસભર નવા બિલ્ડિંગનું ખાતમુહર્ત આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. પરંતુ ત્યાર પછી પણ જિલ્લા પંચાયતનું આખે આખું બિલ્ડીંગ તોડી શકાય તેમ નથી.
યાજ્ઞિક રોડ પર સોનાની લગડી જેવી જમીન પર રાજકોટ જિલ્લા પંચાયતોનું બિલ્ડીંગ બંધાયું છે અને તેમાં વર્ષેા પહેલા માસિક . ૫૦૦ ના ભાડાથી ત્રણ મોટી દુકાનો આપવામાં આવી છે. આવી જ રીતે જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને બહારથી આવતા અરજદારોને ચા પાણી નાસ્તા અને ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે કેન્ટીન બનાવવામાં આવી છે. આ ત્રણેય દુકાનના ભાડુઆતો અને કેન્ટીનના સંચાલકે પોતાની દુકાન અને કેન્ટીન ન તોડી પાડવામાં આવે તેવી મતલબની દાદ માંગતી રીટ કોર્ટમાં કરી છે અને તેની આગામી તારીખ ૨૩ના તેની સુનાવણી છે. ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો છે પરંતુ યાં સુધી કોર્ટનો આદેશ નહીં આવે ત્યાં સુધી આ બંધકામ તોડી પાડી શકાય તેમ નથી. મુખ્યમંત્રી રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું વચ્ર્યુઅલ ખાતમુહર્ત લોધિકા તાલુકાના જશવંતપુર ગામેથી કરશે અને ત્યાર પછી ૧૨:૩૦ વાગ્યાની આસપાસ રાજકોટ જિલ્લા પંચાયતમાં બ આવશે. વચ્ર્યુઅલ કાર્યક્રમ પહેલા જિલ્લા પંચાયતમાં આ માટેની ધાર્મિકવિધિ પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીના યજમાનપદે શ થઈ જશે. મુખ્યમંત્રી યારે જિલ્લા પંચાયતમાં આવશે ત્યારે થોડીક ક્ષણો માટે તેમને પણ આ ધાર્મિક વિધિમાં બેસવા માટે અનુરોધ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે
રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડિંગના ખાતમુહર્ત પ્રસંગે મુખ્યમંત્રીને આવકારતા જિ.પં.ના હોદ્દેદારો
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી રાજકોટ જિલ્લા પંચાયતના નવા અને આધુનિક બિલ્ડિંગના ખાતમુહર્ત તથા વિવિધ પ્રકલ્પોના ખાતમુહર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારી રહ્યા હોઈ મુખ્યમંત્રીનું રાજકોટ મુકામે સમગ્ર જિલ્લા પંચાયત પરિવાર વતી હાર્દિક સ્વાગત કરવા આતુર છીએ તેમ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પી.જી. કિયાડા, શાસક નેતા સવિતાબેન ગોહેલ, દંડક વિરલભાઇ પનારાએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech