ભારતીય નૌકાદળે કોચીન શિપયાર્ડ ખાતે આઠમા એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટ હેઠળ અનુક્રમે ચોથા અને પાંચમા જહાજ માલ્પ અને મુલ્કીને એક સાથે લોન્ચ કર્યા છે. આત્મનિર્ભર ભારત પહેલાના ભાગ રૂપે ભારતીય દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા માટે માલ્પ અને મુલ્કી જહાજોનું એક સાથે લોન્ચિંગ સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની પ્રગતિ દર્શાવે છે.
ભારતીય નૌકાદળે કોચીન શિપયાર્ડ ખાતે આઠમા એન્ટી સબમરીન વોરફેર શૈલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટ હેઠળ અનુક્રમે ચોથા અને પાંચમા જહાજ 'માલ્પ' અને 'મુલ્કી'ને એક સાથે લોન્ચ કર્યા છે. આ સબમરીન વિનાશક યુદ્ધ જહાજો ઓછા પાણીમાં અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં લડાયક યુદ્ધ કૌશલની કુશળતા ધરાવે છે.
આત્મનિર્ભર ભારત પહેલના ભાગ રૂપે ભારતીય દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા માટે માલ્પ અને મુલ્કી જહાજોનું એક સાથે લોન્ચિંગ સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની પ્રગતિ દર્શાવે છે. સંરક્ષણ મંત્રાલયે મંગળવારે તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે અનુક્રમે ચોથા અને પાંચમા જહાજ 'માલ્પ અને મુલ્કી' ને નૌકાદળની પરંપરાઓ અનુસાર ગયા સોમવારે લોન્ચ કરવામાં આવ્યા હતા.
ભારતીય નૌકાદળની લડાયક ક્ષમતામાં થશે વધારો
દક્ષિણી નૌસૈનિક કમાન્ડના કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ વી. શ્રીનિવાસની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઓછા પાણીના વિસ્તારોમાં પણ તેનું લક્ષ્ય હાંસલ કરવા માટે તૈયાર. આ સબમરીનને ભારતીય નૌકાદળની લડાયક ક્ષમતા વધારવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતીય નૌકાદળના એન્ટી સબમરીન વોરફેર (ASW) સ્વદેશી અને ઘાતક અત્યાધુનિક જહાજો વોટર સેન્સરથી સજ્જ છે જે પાણીમાં પણ સક્રિય રીતે કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMઉર્વશી 4.5 લાખની કિમતનું પોપટ શેપનું પર્સ લઈ કાન્સમાં પહોંચી
May 14, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech