આપણે બધા જાણીએ છીએ કે તણાવ અને વધુ પડતું કામ માનવ શરીર પર ખરાબ અસર કરે છે. આમ છતાં ઘણી વખત લોકો તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે અને કયારેક ઓફિસના કામનું વધતું દબાણ કર્મચારી માટે માથાનો દુખાવો બની જાય છે. આવી જ એક દુ:ખદ ઘટનામાં ઓવરવર્કની ખરાબ અસરોને કારણે એક ચીની વ્યકિતનું ૧૦૪ દિવસ સુધી સતત કામ કર્યા બાદ મૃત્યુ થયું છે. અબાઓ નામના ૩૦ વર્ષના વ્યકિતએ ૧૦૪ દિવસ સુધી સતત કામ કરતા માત્ર એક દિવસની રજા લીધી હતી. વધુ પડતા કામના કારણે તેના અંગો ફેલ થઈ ગયા હતા.
વકિગ કલ્ચર ગમે તેટલું કડક હોય, દરેક કર્મચારીને અઠવાડિયામાં ઓછામાં ઓછી એક દિવસની રજા આપવામાં આવે છે, ખાસ કરીને રવિવાર. સાઉથ ચાઇના મોનિગ પોસ્ટ અનુસાર, ૩૦ વર્ષીય અબાઓ, વ્યવસાયે ચિત્રકાર જે ન્યુમોકોકલ ચેપથી પીડિત હતા. ઝેજિયાંગ પ્રાંતના ઝુશાનમાં એક વર્ક પ્રોજેકટ કોન્ટ્રાકટમાં સ્વેચ્છાએ જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન તેના પર કામનો બોજ એટલો વધી ગયો હતો કે તેના જીવને ખતરો હતો.
૧૦૪ દિવસ સુધી સતત કામ કર્યા બાદ અબાઓની તબિયત ઝડપથી બગડવા લાગી. દરમિયાન, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, યાં તેમને ફેફસામાં ચેપ અને શ્વાસ લેવામાં તકલીફ હોવાનું નિદાન થયું હતું, જેની સારવાર ચાલી રહી હતી. આ પછી અબાઓનું અવસાન થયું. હવે આ મામલે કોર્ટે પણ પોતાનો ચુકાદો આપ્યો છે. જોકે તેમના મૃત્યુને સામાજિક સુરક્ષા અધિકારીઓએ શઆતમાં સમયને કારણે કામ સંબંધિત ઈજા તરીકે ફગાવી દીધી હતી, પરિવારે દલીલ કરી હતી કે વધુ પડતા કામ અને આવા સંજોગો તેમના મૃત્યુનું કારણ છે. આ સમગ્ર મામલામાં કંપનીએ અબાઓની સ્થિતિને તેના પહેલાથી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તબીબી સારવાર લેવામાં તેના વિલંબને જવાબદાર ઠેરવી છે. ઝુશાન ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે કર્મચારીના મૃત્યુ માટે કંપનીને ૨૦ ટકા જવાબદાર ગણાવી છે. આ સાથે તેને ચીનના શ્રમ કાયદાનું સ્પષ્ટ્ર ઉલ્લંઘન માનવામાં આવે છે. કોર્ટે અબાઓના પરિવારને વળતર તરીકે ૪ લાખ યુઆન (અંદાજે . ૪૭,૪૬,૦૦૦) અને માનસિક તકલીફ માટે ૧૦,૦૦૦ યુઆન આપ્યા હતા. કંપનીએ નિર્ણય સામે અપીલ કરી હોવા છતાં, મૂળ નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech