દેશની સૌથી મોટી સરકારી બેંક SBIને એક ગ્રાહક અદાલતે મોટો ઝટકો આપ્યો છે. બેંકિંગ ફ્રોડ કેસમાં કોર્ટે એસબીઆઈને પીડિત વરિષ્ઠ નાગરિક ગ્રાહકને વળતર તરીકે 97 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું છે.
60 લાખથી વધુની છેતરપિંડી
આ મામલો હૈદરાબાદનો છે. એક વરિષ્ઠ નાગરિક દંપતીએ SBIમાં બચત ખાતું અને FD ખાતું ખોલાવ્યું હતું. તેમના સેવિંગ એકાઉન્ટ અને એફડી ખાતામાં 60 લાખથી વધુ રૂપિયા પડ્યા હતા. તેના ડ્રાઈવરે કોઈક રીતે બંને ખાતામાંથી ટ્રાન્જેકશન એક્સેસ મેળવી લીધુ. પછી ડ્રાઈવર એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી કરીને ભાગી ગયો હતો.
આ રીતે મામલો પહોંચ્યો NCDRC સુધી
આ બાબત તેમના ધ્યાન પર આવતાં જ ગ્રાહકે બેંકનો સંપર્ક કર્યો અને બ્રાંચ મેનેજરને ફરિયાદ કરી. બાદમાં તેણે પોલીસમાં એફઆઈઆર પણ નોંધાવી હતી. જ્યારે મામલો ઉકેલાયો ન હતો, ત્યારે વરિષ્ઠ નાગરિક દંપતીએ આરબીઆઈ લોકપાલનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી પણ યોગ્ય પ્રતિસાદ ન મળતાં તેણે ગ્રાહક અદાલતમાં જવાનું નક્કી કર્યું. પહેલા આ મામલો તેલંગાણા રાજ્ય ગ્રાહક આયોગમાં ગયો, જે બાદમાં નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન એટલે કે NCDRC સુધી પહોંચ્યો.
6 વર્ષના સંઘર્ષ પછી સફળતા
NCDRC અને તેલંગાણા રાજ્ય ગ્રાહક આયોગ બંનેએ વરિષ્ઠ નાગરિક દંપતીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. લગભગ 6 વર્ષની લાંબી લડાઈ પછી, NCDRCએ SBIને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો ત્યારે વરિષ્ઠ નાગરિક દંપતીને રાહત મળી. NCDRCએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આ છેતરપિંડી માટે દંપતીને વળતર તરીકે રૂ. 97 લાખ ચૂકવવા જણાવ્યું હતું.
આ કારણે તેને બેંકની ભૂલ ગણવામાં આવી હતી
દંપતીએ તેમના ડ્રાઇવરને નેટ બેંકિંગની ઍક્સેસ ફક્ત વિગતો જોવા આપી હતી. ડ્રાઇવરે નેટ બેંકિંગ ઓળખપત્રની ચોરી કરી અને તેનો ફોન ઍક્સેસ કર્યો અને તેના મોબાઇલ પર ટ્રાન્ઝેક્શન સુવિધા સક્રિય કરી. તે પછી તેણે સમય પહેલા એફડી રિડીમ કરી અને આખા પૈસા ટ્રાન્સફર કરીને ભાગી ગયો. કોર્ટે સ્વીકાર્યું હતું કે SBI તરફથી પણ કેટલીક ક્ષતિ હતી, જેણે પર્યાપ્ત વેરિફિકેશન વિના માત્ર વ્યૂ એક્સેસ પર ટ્રાન્ઝેક્શનની સુવિધા સક્રિય કરી હતી. આ કારણોસર તેને નુકસાની ચૂકવવાનું કહેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech