રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર શાપરના પુલ પાસે રોડની સાઈડમાં ઉભેલા ડમ્પર પાછળ અન્ય ટ્રક અડાતા આ ટ્રકચાલકને ગંભીર ઈજા વા સબબ તેનું મોત યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરી પોલીસે અહીં ટ્રાફિકમાં અડચણરૂપ રોડ પર ડમ્પર ઉભુ રાખનાર ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.અકસ્માતમાં યુવાન ટ્રકની કેબીનમાં ફસાઇ ગયો હોય ક્રેનની મદદી તેને બહાર કાઢવામાં આવ્યો હતો.બનાવને પગલે કોળી પરિવારમાં માતમ છવાય ગયો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર શાપરના પુલ પાસે ગોદાવરી ગેટ સામે અહીં ઊભેલ ડમ્પર નંબર જીજે ૧૨ બી.વાય ૯૩૫૪ પાછળ અન્ય ટ્રક અડાતા આ ટ્રક ચાલક રમેશભાઈ સરદારભાઈ પટેલિયા (કોળી)(ઉ.વ ૪૧ રહે. કોઠારીયા ગામી આગળ શ્રી વાટિકા ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના ડેલામાં, રાજકોટ, મૂળ મીાલી તા.પંચમહાલ) નામનો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે યુવાન ટ્રકમાં ફસાઈ ગયો હતો જેને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે શાપર હોસ્પિટલ લઈ જતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ તા શાપર વેરાવળ પોલીસ મકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રામિક તપાસમાં અકસ્માતમાં મોતને ભેટનાર યુવાન રમેશભાઈ પટેલિયા અહીં કોઠારીયા પાસે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં બે વર્ષી ડ્રાઇવિંગનું કામ કરે છે. ગઈકાલે બપોરના સમયે તે પોતાનો ટ્રક નંબર જીજે ૩ બીઝેડ ૭૬૦૬ લઈ રાજકોટી રીબડા માટી ભરવા માટે જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. યુવાન બે ભાઈ ત્રણ બહેનના પરિવારમાં મોટો હતો અને તેને સંતાનમાં ૨૦ વર્ષની દીકરી અને ૧૩ વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની આ ઘટના અંગે યુવાનના ભાઈ મનીષ સરદારભાઈ પટેલિયા (ઉ.વ ૩૧) દ્વારા અહીં રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પોતાનું ડમ્પર ઊભો રાખનાર ડમ્પર નંબર જીજે ૧૨ બીવાય ૯૩૫૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા શાપર પોલીસે આ ડમ્પર ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech