શહેરમાં ટ્રાફિક ટેરર તત્રં અને લોકોને આભારી છે, પોલીસ તત્રં ટ્રાફિક નિયમોની કડક અમલવારી કરાવવામાં ઉણુ ઉતરી રહ્યું છે અને લોકો પણ બિન્દાસ્ત બની વાહન હંકારી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા જેમની તેમ જ છે. મોટા ભાગે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું નથી એવા વાહન ચાલકોને સીસીટીવીથી પકડી પાડી ટ્રાફિક પોલીસ દ્રારા કમાન્ડ કંટ્રોલ મારફતે સીધા ઘરે ઈ–ચલણ મોકલવામાં આવે છે. વર્ષ ૨૦૨૨–૨૩ દરમિયાન શહેરના જુદા જુદા ટ્રાફિક પોઇન્ટ ઉપર સીસીટીવી કેમેરામાં ટ્રાફિક નિયમનો ભગં કરનાર વાહન ચાલકોને ઈ–ચલણ મોકલવા આવ્યા છે. જેમાંથી ઘણા ખરા વાહન ચાલકોએ દડં ભરી દેવામાં આવ્યો છે પરંતુ કેટલાક એવા રીઢા વાહન ચાલકો છે જે એક–બે નહિ ૨૩–૨૩ મેમો મળ્યા બાદ પણ દંડની રકમ ભરતા નથી આવા વાહન ચાલકો સામે એન.સી. કેસ ટ્રાફિક કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં કોર્ટ દ્રારા વારંવાર અને ઇરાદાપૂર્વક ટ્રાફિક નિયમોને ભગં કરી ઈ–ચલણ ન ભરતા ચાલકોના વાહન ડિટેઇન કરી અને લાયસન્સ સસ્પેન્ડ કરવાનો હત્પકમ કરતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની સત્તા આરટીઓને હોવાથી ટ્રાફિક પોલીસે આવા ૬૦૯ વાહનોની વિગત સાથેનું લિસ્ટ આરટીઓને મોકલી આપતા. આરટીઓ અધિકારી કે.એમ.ખપેડ દ્રારા ૬૦૯ વાહન ચાલકનો નોટિસ ઇશ્યુ કરવાની કાર્યવાહી શ કરી છે. નોટીશ મળ્યાના દશ દિવસમાં વાહન ચાલક આરટીઓ ખાતે હાજર રહેવું ફરજીયાત છે. જો ૧૦ દિવસમાં વાહન ચાલક હાજર નહીં રહે તો તેનું લાઇસન્સ એક તરફી નિર્ણય લઇ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ ૨૨ જેટલા વાહન ચાલકોને નોટીશ સ્પીડ પોસ્ટ મારતે મોકલી આપવામાં આવી છે બાકીની નોટિસ ઈશ્યુ કરવાની કાર્યવાહી પણ શ હોવાનું આરટીઓ કે.એમ.ખપેડએ જણાવ્યું હતું
વારંવાર નિયમો તોડી દંડની રકમ ભરતા ન હોવાથી ટ્રાફિક કોર્ટ આકરાં પાણીએ, વાહન ડિટેઇન કરી લાયસન્સ સસ્પેન્ડ કરવાનો હુંકમ, ટ્રાફિક પોલીસે લિસ્ટ બનાવી આરટીઓને સોંપતા કાર્યવાહી શરૂ
એક બાઈક ચાલકએ ૨૩ અને બીજાએ ૨૦ વખત નિયમ ભગં કર્યા
રાજકોટ આરટીઓ દ્રારા ઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન ચાલકો સામે લાઇસન્સ સસ્પેન્ડ કરવાની નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આરટીઓ કે.એમ.ખપેડે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ તરફથી જે લિસ્ટ મળ્યું છે એમાં ૬૦૯ વાહન ચાલકો પૈકીના કેટલાક વાહન ચાલકો એવા છે કે જેમના વાહન નંબરના નામે ૩ માંડી ૨૩ મેમાં બોલી રહ્યા છે. જીજે ૦૩ ડીએ ૪૯૬૩ નંબરના વાહન ચાલકના નામે ૨૩ મેમાં અને ૩૪,૫૦૦નો દડં વસૂલવાનો બાકી છે, જયારે જીજે ૦૩ જેજી ૬૪૨૦ નંબરના વાહન ચાલકના નામે ૨૦ મેમા અને .૨૦,૦૦૦નો દડં વસૂલવાનું બાકી છે, આ ઉપરાંત ૧૭, ૧૫ જેટલા મેમા બાકી હોઈ એવા વાહન ચાલકો પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech