'બનાસ કી બેન ગેનીબેન'ના સૂત્ર સાથે ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો આજે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે પાતળી સરસાઇથી વિજય થયો છે. ૨૦૧૪ અને ૨૦૧૯ પછી આ વખતે પણ ગુજરાતમાં ભાજપ લોકસભાની તમામ ૨૬ બેઠકો પર વિજય પ્રા કરીને કિલનસ્વીપની હેટ્રીક નોંધાવશે તેવા દાવા ભાજપના આગેવાનો દ્રારા કરવામાં આવતા હતાં પરંતુ ગેનીબેન ઠાકોરે તેના પર પાણી ફેરવી દીધું છે. લોકસભાની સુરતની બેઠક બીન હરીફ જાહેર થયા પછી બાકીની ૨૫ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૨૪ ઉમેદવારો વિજેતા થયા છે. ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૭.૬૦ લાખ, નવસારીની બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ૬.૭૪ લાખથી વધુ અને વડોદરાની બેઠક પર હેમાંગ જોશી પાંચ લાખથી વધુ મતની લીડથી ચૂંટાયા છે. આ ઉપરાંત કચ્છમાં વિનોદ ચાવડા, પાટણમાં ભરતસિંહજી ડાભી, અમદાવદ પિમમાં દિનેશભાઇ મકવાણા, રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલા, પોરબંદરમાં મનસુખભાઇ માંડવિયા, જામનગરમાં પૂનમબેન માડમ, આણંદમાં મિતેશ પટેલ, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ, દાહોદમાં જશવંતસિંહ ભાભોર, ભરૂચમાં મનસુખભાઇ વસાવા, બારડોલીમાં પ્રભુ વસાવા, નવસારીમાં સી.આર.પાટીલ, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા, અમદાવાદ પૂર્વમાં હસમુખભાઇ પટેલ, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા, વડોદરામાં હેમાંગ જોશી, છોટા ઉદેપુરમાં જશુભાઇ રાઠવા, વલસાડમાં ધવલભાઇ પટેલ, મહેસાણામાં હરીશભાઇ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદુભાઇ શિહોરા, જૂનાગઢમાં રાજેશભાઇ ચુડાસમા અને અમરેલીમાં ભરતભાઇ સુતરિયા ચૂંટાયેલા જાહેર થયા છે.
કોંગ્રેસ જયાં વિજેતા નિવડી છે તે બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર બે લાખથી વધુ મતથી અને ૨૦૧૯ની ચૂંટણીમાં ૩.૬૮ લાખની લીડથી વિજય થયો હતો. આ વખતે ભાજપને પરાજયનો સ્વાદ બનાસકાંઠામાં ચાખવો પડયો છે.
સુરતની બેઠક અગાઉ ભાજપના ઉમેદવારની તરફેણમાં બીનહરીફ જાહેર થઇ ચુકી છે. તા.૭–મેના રોજ યોજાયેલી ૨૫ બેઠકોની ચૂંટણીમાં અંતિમ પરિણામ મુજબ ભાજપને ૨પમાંથી ૨૪ અને કોંગ્રેસને એક બેઠક મળી છે. કોંગ્રેસ માટે તો આ 'વકરો તેટલો નફો' જેવું છે પરંતુ સાથોસાથ ભાજપના વિજય રથની અને કિલનસ્વીપના સ્વપ્નાને ગેનીબેનએ સફળ થવા દીધુ નથી.
વાવ બેઠકના વર્તમાન ધારાસભ્ય ગેનીબેનનું આ પર્ફેામન્સ કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે ટવિટ કરીને ગેનીબેનને અને તેના વિજય માટે મહેનત કરનાર કોંગ્રેસના સૌ કોઇ આગેવાનો કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે. સવારથી મત ગણતરીમાં કશમકશની લડાઇ જોવા મળી હતી અને આખરે ગેનીબેન ઠાકોરનો ૨૧,૫૦૦થી વધુ મતથી વિજય થયો છે. ઠાકોર મતદારોના પ્રભુત્વ વાળી આ બેઠક પર કોંગ્રેસે જ્ઞાતિવાદના સમિકરણોને ધ્યાને રાખી ગેનીબેનને ટીકિટ આપી હતી. બનાસકાંઠા લોકસભા બેઠક હેઠળ ૯ વિધાનસભા મત વિસ્તાર આવે છે પરંતુ કોઇપણ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારો એકથી વધુ વખત જીત્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech