સુરતમાંથી લોકોના જીવ ખતરામાં મુકનાર એક કે બે નહીં પણ ૧૩ બોગસ ડોકટરો ઝડપાયા છે. સુરતમાં પાંડેસરા વિસ્તારના શ્રમ વિસ્તારમાં માત્ર ૭૫ હજારમાં ડોકટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનુ ચલાવવાના બોગસ ડોકટરોના મસમોટા કાૈંભાડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યેા છે. અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને સુરત પોલીસે ૧૩ બોગસ ડોકટર પકડી પાડા છે. આ રેકેટના મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતીએ બીઇએમએસની બોગસ ડિગ્રી વેચી હતી. હવે ચોંકાવનારો ખુલાસો થયો છે કે ૨૦૧૯માં રશેષ ગુજરાતીની કોંગ્રેસ દ્રારા સુરત ડોકટર સેલના ચેરમેન તરીકે નિમણુકં કરાઇ હતી. રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે.
૨૦૧૯માં કોંગ્રેસ દ્રારા રશેષ ગુજરાતીની સુરત ડોકટર સેલના ચેરમેન તરીકે નિયુકતી કરાઈ હતી. ગુજરાત ડોકટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્રારા રશેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો સામે આવ્યો. આ મામલે પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી આપનાર ૩ સુત્રધાર અને ૧૦ બોગસ તબીબો સહિત ૧૩ જણાની ધરપકડ કરી છે અને દવાઓ તથા બોગસ સર્ટિફીકેટો સહિતનો મુદ્દામાલ જ કર્યેા છે. મુખ્ય આરોપી તરીકે ડો. રસેશ ગુજરાતીની સુરત પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદના ડો. બીકે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બોર્ડ ઓફ હોમિયોપથીનો ડિરેકટર છે. ત્યારે આ તમામ પાસે ૧૫૦૦ જેટલી બોગસ ડીગ્રીના ડેટા મળી આવ્યા છે. આ નકલી ઉજ્ઞભજ્ઞિંતિ ઇઊઈંખ.ઈઘખ વેબ પોર્ટલ બતાવી રજીસ્ટ્રેશન કરતા હતા.
જોકે આ બંને શખ્સો દ્રારા બે ગુંડાઓ પણ રાખવામાં આવ્યા હતા. તેઓ લોકોને ધાકધમકી આપીને નાણાની ઉઘરાણી કરતા હતા. અમદાવાદના બીકે રાવતે ૧૨૦૦ ડીગ્રી આપી હોવાનું સ્વીકાયુ છે. આ આખું કાૈંભાડ આશરે ૮.૫૦ કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે.
૨૦૧૯થી રસેશ કોંગ્રેસમાં સક્રિય નથી: ડા.વસાવડા
આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા હેમાંગ વસાવડાએ જણાવ્યુ છે કે, રશેષ ગુજરાતી વર્ષ ૨૦૧૮–૧૯માં કોંગ્રેસમાં સક્રિય હતા. પરંતુ ૨૦૧૯ પછી તેઓ કોંગ્રેસમાં સક્રિય નથી. છેલ્લા ૪ વર્ષથી તેઓએ કોઇ પ્રસંગમાં હાજરી આપી નથી અને કોઈ અન્ય પ્રસંગમાં પણ આવ્યા નથી. તે સંપૂર્ણ નિષ્ક્રિય છે.
રસેશએ ૧ હજારથી વધુ લોકોને બોગસ ડિગ્રી આપી
રશેષએ ૨૦૦૨માં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. તે બીઇએમએસ ડિગ્રી, માર્કશીટ, રજીસ્ટ્રેશન, સર્ટિફિકેટ માત્ર ૭૫ હજારમાં આપતો હતો અને આ બોગસ ડિગ્રી લેનારાઓને કહેતો કે તમે કિલનીક ખોલી શકો છો અને એલોપેથી, આયુર્વેદીક અને હોમિયોપેથીની દવા આપી શકશો. તેણે અત્યાર સુધી ૧ હજારથી વધારે લોકોને બોગસ ડિગ્રી આપી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો
ઝડપાયેલા આરોપીનાં નામ
– ડો. રસેશ ગુજરાતી
– ભૂપેન્દ્ર રાવત
– ઇરફાન સૈયદ
– રાકેશ પટેલ
– આમીન ખાન
– શમીમ અન્સારી
– સૈયદ બસલ
– મો. ઇસ્માઇલ શેખ
– તબરીશ સૈયદ
– રાહત્પલ રાઉત
– શશિકાંત મહતોઉ
– સિદ્ધાર્થ દેવનાથ
– પાર્થ કલીપ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ રાજકોટ હાઇવે પર શિસાંગ ગામ પાસે તરબૂચ ભરેલ ટ્રક પુલ નીચે ખાબક્યો
December 14, 2024 07:25 PMજામનગરના ત્રણબતી વિસ્તારમાં ડમ્પરે એકટીવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત
December 14, 2024 07:13 PMજામનગરમાં સાધના કોલોનીમાં અજાણ્યો ગાડી ચાલક તેલના 2 ડબા ચોરી પલાયન, CCTV કેમેરામાં કેદ
December 14, 2024 07:07 PMજામનગરમાં યુવાનનું અજ્ઞાત મોટરની અડફેટે નિપજયું મોત, સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા
December 14, 2024 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech