વ્યસન ન છૂટતા કંટાળીને સાવરકુંડલાના જાણીતા અને યુવાન તબીબે ચોટીલાના ગેસ્ટ હાઉસમાં પોતાનો જીવ આપી દેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ચોટીલાનાં ખાનગી ગેસ્ટ હાઉસમાં ઉતરેલા સાવરકુંડલાનાં શિવ ભકત તબીબ એ આત્મઘાત કરી લેતા ચકચાર જગાવી છે.
૧૪ મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ચોટીલા હાઇવે ઉપરનાં એક ખાનગી ગેસ્ટ હાઉસના મમાં ઉતરેલા યાત્રીકને સવારે જગાડવાનાં સમયે દરવાજો ના ખોલતા બીજી ચાવી થી મને ખોલતા યાત્રિક ચાદરનેે ફાડી પંખે લટકતી હાલતમાં જોવા મળતા ગેસ્ટ હાઉસનો સ્ટાફ અવાચક બની ગયેલ હતો અને મમાં લટકતી હાલત તેમજ ટીંગાડેલ દવાનો બાટલો પણ ચડાવેલો હોવાનું જોવા મળતા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોચી હતી. સ્થળ ઉપરથી પોલીસે થેલાની તલાસી લેતા માતાજીની ચુંદડી, પ્રસાદ, સિગારેટનાં પાકિટ, સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.
પ્રા માહિતી મુજબ આત્મઘાતી પગલું ભરનાર સાવરકુંડલા ખાતે જેસર રોડ ઉપર સંજીવની કિલનિક વાળા જે. જે. ઊનાવા ઉર્ફે જોસ, જયસુખ ભાઇ હોવાનું ખુલતા પરિવારજનોને જાણ કરતા સગા સંબંધી ચોટીલા દોડી આવ્યા હતા. આપઘાત કરતા પહેલા ચોટીલા ડુંગર ઉપર માતાજીનાં અંતિમ દર્શન કર્યા હતા અને માતાજીની તસવીર શોશ્યલ મિડીયામાં અપડેટ કરી પરિવારજનો મિત્રો સહિતનાને ડીસ્ક્રીપ્શન પેપરમાં પાચ પેઇઝની સુસાઇડનોટનો અંતિમ પત્ર લખી અને જીવન ટૂંકાવી લીધું હતું.કંડલા ખાતે નામના ધરાવતા ૪૩ વર્ષિય તબીબે આત્મઘાત કરી લેતા પત્ની એ પતિ અને બે પુત્રો એ પિતાની છત્રછાયા ગુમાવી હતી પોલીસે મરણજનાર આ પગલા અંગે કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે
શાનું વ્યસન હતું તે રહસ્ય ઉકેલવાનો પ્રયાસ થશે
ખુબજ સાલસ અને ભકિત ભાવ વાળો સ્વભાવ ધરાવતા તબીબની આત્મહત્યાનાં પગલે અનેક તર્ક વિતર્કેા સર્જાયા છે અને ના માનવામાં આવે તેવું પગલું કયાં કારણોસર ભયુ તે જાણવા સ્યુસાઇડ નોટ અને પરિવાર અને પરિચિતોની પુછતાછ તપાસ દરમ્યાન કરાશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હદયદ્રાવક અંતિમપત્રનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ જરી જણાય છે.
વ્યસનથી દૂર રહેજો સમાજને અંતિમ સંદેશો
મારા કોળી સમાજને ઇનામ વિતરણ નજદિક આવે છે. એ બધં ના રાખતા સારો ઉજવશો અને સમાજના દિકરી દિકરાને મારો સંદેશો વ્યસનથી દુર રહેજો અને પરિવારનું ધ્યાન રાખજો. સમાજનાં જે ભાગલા થયા છે એ માટે માફી માંગું છું, એ બધું ભુલીને બધા એક થઇ જાવ. બધા સાથે હળીમળીને રહો. કુટુંબના ઝગડા ભુલી જાવ અને સપં થી રહો એવી બધાને બે હાથ જોડી પ્રાર્થના
રડતા નહીં, નહીં તો મારા આત્માને શાંતિ નહીં મળે..!
બા–પપ્પા, નિકુ, હસુભાઈ, હર્ષ, ભારતી, કૈલાસ, સુરભી, ધાર્મી, કેન્ડીલ, સ્વાધીન, પર્વ, કાનો... તમે કોઇ દુ:ખી ના થતા, રડતા નહીં, નહીં તો મારી આત્માને શાંતિ નહીં મળે. મારી કોઇ ભુલ નથી બસ હવે મને મુકિત આપો.
મને હસતા મુખે યાદ કરજો, દુ:ખી થઈને નહીં અને વાડી વેચતા નહીં કે મકાન, સાવરકુંડલા જ રેજો, વાડીમાં નિકુલ અને કેનીલનો ભાગ રહેશે, કાનો મોટો થાય તો એની જવાબદારી નીકૂ અને કેનીલ ની, મારા ઘરની દુકાન બેય દુકાન નિકાની ને હસુભાઇની છે.
હત્પં ખુશ છું અને હસતા હસતા જાવ છું. કોઇ ચિંતા ના કરતા સોરી...
માફ કરી દેજો... પ્લીઝ પ્લીઝ પ્લીઝ..
હવે મારે આરામથી સુવું છે, તમારા કોઈનો વાંક નથી
પૂય પપ્પાને સંબોધી લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, માફ કરશો હત્પં થાકી ગયો છું. ઘણા દિવસોથી ૨ વર્ષ થી હત્પં બરાબર સુતો નથી. હવે આરામથી સુવું છે. તમારા, કોઈનો કોઈ વાંક નથી. બસ હત્પં સાવ થાકી ગયો છું. મે કોઈનું કાંઈ બગાડયું નથી, ભુલથી બગડી ગયું હોય તો માફ કરશો. અને મા, કોઈએ કાંઈ બગગડયું નથી. હત્પં કોઈનો દોષ નથી કાઢતો હત્પં મારી જવાબદારીથી ભાગી રહ્યો છું એ માટે બધા માફ કરશો. મારા બધા સગા–વહાલા, મિત્રો, દર્દીઓ ભુલચુક માફ કરજો
તમે બધાનું ધ્યાન રાખજો, ભાઇને છેલ્લી ભલામણ
જય માતાજી–મહાદેવ હસુભાઈ– તમે બધાનું ધ્યાન રાખજો તમે સૌથી મોટા છે!. હત્પં મા, વ્યસન છોડી નથી શકતો તમે તો છેડી દેજો. નિકાનું ધ્યાન રાખજો. રાજુ વિજય – કેનીલ સ્વાધીનનું ધ્યાન રાખજો કેનીલ આગળ ના ભણે તો હિરા માં લઈ લેજે કે પછી કોઈ સારો ધંધો ગોતી આપજે. નિકાનું ધ્યાન રાખજે હવે એજ ઘર ચલાવશે. એ ધંધામાં કાચો છે. દલપત સાહેબ – મારા પપ્પાની તબીયત અને સ્વાધીનનું ધ્યાન રાખજો. વિશાલ ગોંડાલી અને મહેશબાપુ મારા રોકાણનું મારા છોકરાઓને સા વળતર અપાવશો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech