લતીપરની બેન્કના મેનેજરે દોઢેક કરોડનું ફુલેકુ ફેરવ્યાની ચર્ચા

  • August 11, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધિરાણ ભરી જવાની નોટીસો આવતા મામલો બહાર આવ્યો : પરપ્રાંતીય શખ્સ રફુચકકર થતા દોડધામ

ધ્રોલ તાલુકાની લતીપર બેન્કનો પરપ્રાંતીય મેનેજર અંદાજે દોઢેક કરોડનું ફુલેકુ ફેરવી ગયાની ચર્ચાઓ ઉઠતા ચકચાર મચી જવા પામી છે, બેન્ક તરફથી ખેડુતોને ધિરાણ ભરી જવાની નોટીસો આપવામાં આવતા દોડધામ મચી હતી, ખેડુતોએ રકમ ભરી દીધી હોવા છતા નોટીસો આવતા માતબર રકમ  બેન્કકર્મીએ ઉચાપત કરી હોવાનું ચર્ચાઇ રહયું છે અને આ મામલે આગામી દિવસોમાં નવા જુની થવાના એંધાણ વર્તાઇ રહયા છે.
ધ્રોલ-ટંકારા વચ્ચે આવેલ લતીપર ખાતેની એક બેન્કમાં ખેડુતોએ લાખો ‚પીયા વ્યાજ સહિત પરત ભરી દીધા છતાં બેન્ક તરફથી ધિરાણ ભરી જવા નોટીસ અપાતા ખળભળાટ મચી ગયો છે.
લતીપરના અગ્રણી મહેન્દ્રભાઇ આણદાણીએ જણાવ્યું છે કે બેન્કના મેનેજર કક્ષાના એક વ્યકિત જે ઉત્તર પ્રદેશના છે તેમણે જમા કરાવવાના બદલે પરિવારના ખાતાઓમાં જમા કરાવી દીધાની ચર્ચા છે. છેલ્લા ૨૬-૨૭ દિવસથી આ મેનેજરનો પતો નથી, બેન્કે પણ આવતા નથી, ગામમાં ખ્યાલ આવતા દોડધામ મચી ગઇ છે, અમને મળેલ માહિતી મુજબ બેન્ક દ્વારા આ સમગ્ર બાબતે ઓડીટ બેસાડી એન્ટ્રી તપાસવામાં આવી રહી છે.
લતીપરના મેનેજર કક્ષાના વ્યકિત દોઢ થી બે કરોડની ખેડુતોની રકમ પોતાના પરિવારના ખાતામાં ટ્રાન્સફર કરી દીધાનું ચર્ચાઇ રહયું છે. ખેડુતોએ ધીરાણ ભરી દીધુ છતાં ખાતામાં ‚પીયા જમા ન થતા ભારે ચર્ચા જાગી છે, આ અંગે બેન્ક તરફથી સ્પષ્ટતા થાય તે જ‚રી છે.
ઉત્તર પ્રદેશનો આ મેનેજર ધ્રોલ રહેતો હતો અને લતીપુર અપડાઉન કરતો હતો, જેનો છેલ્લા ૨૬-૨૬ દિવસથી અતો પતો નથી, લતીપર બેન્કનો મેનેજર ફુલેકુ ફેરવી રફુચકકર થઇ જતા ધ્રોલ પંથક અને લતીપર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઇ છે અને ખેડુતો દ્વારા આ મામલે દોડધામ મચી છે તેમજ ઉચ્ચકક્ષાએ કાર્યવાહી કરવાની તજવીજ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application