જેતપુર, ધોરાજી પંથકમાં ૮૬ કરોડના ખર્ચે ભંગાર સ્ટેટ હાઈવેનું નવનિર્માણ કરાશે

  • September 11, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદથી તૂટી ગયેલ રોડ રસ્તાઓ માટે જેતપુર માર્ગ અને મકાનની ડિવિઝન કચેરી દ્રારા જેતપુર સીટી વિસ્તારનો સ્ટેટ રોડ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને જોડાતા રોડ તેમજ ધોરાજી સહિતના વિસ્તારોમાં ૮૬ કરોડ પિયાના ખર્ચે નવા રોડનું દિવાળી બાદ નિર્માણ કાર્ય કરવામાં આવશે.
વરસાદના બે છાંટા પડે ત્યાં જ શહેરની અંદરના હોય કે  ગ્રામ્ય, સ્ટેટ નેશનલ હાઈવેના રોડ હોય તેમાં એટલી હદે ખાડા પડયા હોય કે ત્યાં રસ્તો શોધવો પડે. જેતપુરમાં પણ વરસાદમાં શહેરની અંદરનો નવાગઢનો રોડ તો સ્થાનિકો માટે પીડાદાયક રોડ બની ગયો છે. તેમાં ખાડાઓની કોઈ લીમીટ જ નથી યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા. તેવો જ હાલ અન્ય રોડ રસ્તાઓનો થઈ ગયો છે. જેને કારણે રાય સરકાર દ્રારા આ તૂટેલ રોડ પર નવા રોડ બનાવવાની જાહેરાત કરી છે.
જેમાં જેતપુર શહેરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવેમાં શહેર નાજાવાળા પરા પાસેના જુના જકાત નાકા પાસેથી નવાગઢ ચોકડી સુધીના વિસ્તાર સુધીમાં ૮ કરોડ પિયાના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવામાં આવશે, યારે જેતપુરથી મેવાસા સુધી ડામર રોડ જેમાં રબારીકા રોડ પર એક કિમી સુધી સિમેન્ટ રોડનો ૨૦ કરોડ પિયાના ખર્ચે બનાવવામાં આવશે. યારે જેતપુરથી બગસરા સુધીનો વાઇડિંગ સહિતનો ૪૦ કરોડ પિયાના ખર્ચે રોડ બનાવવામાં આવશે.   
ઉપરાંત જેતપુર માર્ગ અને મકાન વિભાગની ડિવિઝન કચેરી હેઠળ આવતા ધોરાજીમાં ધોરાજી શહેર વિસ્તારથી ધોરાજી–જૂનાગઢ ૧૦ કિમીના અંતરનો ડામર રોડ ૮ કરોડ પિયાના ખર્ચે અને ધોરાજીથી ઉપલેટા જવાનો જૂના રોડ તરીકે ઓળખતો રોડ ૧૦ કરોડ પિયાના ખર્ચે બનાવવામાં આવવાનું હોવાનું અને તમામ રોડ રસ્તાના કામની પ્રક્રિયા દિવાળી બાદ શ થઈ જશે તેમ આર એન્ડ બી.ના ઈજનેર અભય બરનવાલે જણાવેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application