આર.કે.ગ્રુપના દરોડોનો રેલો રોકાણકારો સુધી: ૩૦૦ ગ્રાહકો પાસે લાખોની ડિમાન્ડ

  • March 19, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના નામાંકિત આર.કે. બિલ્ડર્સ અને તેની સાથે સંકળાયેલા તેના ભાગીદારોને ત્યાં થોડા વર્ષેા પહેલાં આવકવેરા વિભાગ ના દરોડા પડા હતા. હવે આ તપાસનો રેલો આર.કે. ગ્રુપના અલગ અલગ પ્રોજેકટમાં મિલકતની ખરીદી કરનારા ગ્રાહકો પર આવકવેરા વિભાગે તવાઈ ઉતારી છે ગત વર્ષે ૨૦૧૮– ૧૯માં એસેસમેન્ટ દરમિયાન ઢગલાબધં નોટિસ નીકળી હતી જેમાંથી એસસેસમેન્ટ પૂં થતાં ૩૦૦ થી વધુ લોકોને ટેકસ ડિમાન્ડ અને પેનલ્ટી નો ધોકો ઇન્કમટેકસ ને પછાડો છે અને ૩૦ દિવસ સુધીમાં ટેકસ ચૂકવવા અથવા તો અપીલમાં જવા માટેનો અલ્ટીમેટમ મળતાં લોકોમાં ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ અત્યારે આર.કે ગ્રુપ સાથે મિલકતનો સોદો કરનારા ગ્રાહકોની હાલત કફોડી બની છે અત્યારે એક તરફ ટેકસ ચૂકવવાનું ટેન્શન તો બીજી તરફ અપીલમાં ૨૦ ટકા રકમ કેવી રીતે ભરવી તે તમામ પ્રશ્નો સર્જાયા છે. આ જટિલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ગ્રાહકોએ સીએના દરવાજા ખટખટાવ્યા આવ્યા છે. જાણવા માટે વિગત મુજબ એક એક સી.એ.પાસે એક સાથે એક સામટા કેસ આવ્યા છે.

તાજેતરમાં રાજકોટ ઇન્કમટેકસની ટીમે લાડાણી અને ઓર્બીટ ગ્રુપ પર વ્યાપક પ્રમાણમાં દરોડા પાડા હતા જેમાં પણ કરોડો પિયાની કરચોરી સામે આવી હતી અને સાથે સાથે કાળા નાણાનો જે રીતે એક ઓરડો મળી આવ્યો તેવી રીતે આર કે ગ્રુપને ત્યાંથી પણ દરોડા પડા ત્યારે ઢગલા બધં કરચોરી નું સાહિત્ય મળ્યું હતું. આ ડાયરીમાંથી અનેક ગ્રાહકોના નામ અને રોકાણકારોના નામ સામે આવ્યા હતા જેમાં ગત વર્ષે એક સાથે ૧૦૦૦ લોકોને નોટિસ ઇન્કમટેકસ ફટકારી હતી તેના પડઘા પણ રાયભરમાં પડા હતા.
દરમિયાન આવકવેરા વિભાગે ત્રણ વર્ષનું એસએસમેન્ટ હાથ ધયુ છે જેમાં વર્ષ ૨૦૧૮ –૨૦૧૯ ના એસએસમેન્ટ નો સમયગાળો ૩૧ માર્ચ ૨૦૨૪ ના રોજ પૂરો થતો હોવાથી ૩૦૦ થી વધુ ગ્રાહકો કે જેમને આર કે ગ્રુપના વિવિધ પ્રોજેકટમાં મોટી રોકડ થી પ્રોપર્ટીની ખરીદી કરી છે તેઓ આઈટીના સાણસા આવી ગયા છે અને આ તમામ ગ્રાહકો પાસેથી લાખો પિયાનો ટેકસ સાથે વ્યાજ અને પેનલ્ટી ચૂકવવા નો ઓર્ડર કરવામાં આવ્યો છે ઘણા ગ્રાહકોને તો જે કિંમતે પ્રોપર્ટી ખરીદી છે એટલો ટેકસ ચૂકવવાનો વારો આવ્યો છે. હજુ પણ વર્ષ૨૦૧૯ –૨૦ અને વર્ષ૨૦૨૦–૨૧ ના વર્ષનું એસેસમેન્ટ થશે ત્યારે બાકીના ઓર્ડરો થશે પરંતુ હાલમાં ૩૦૦ જેટલા લોકો ને ૮૭% ટેકસ પેનલ્ટી સાથે ચૂકવવા માટેની નોટિસ નીકળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application