લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના આજના મતદાન સાથે જ ચૂંટણી પ્રચારનો લાંબો સમયગાળો પૂરો થયો છે. હવે આગામી તારીખ ૪ ના રોજ મંગળવારે મતગણતરી શરૂ થવાની છે.દેશમાં ભાજપ અબકી બાર ૪૦૦ કે પારના સુત્રને સાકાર કરી શકશે કે ભાજપ ૩૦૦થી ઓછી બેઠકમાં સમેટાઈ જશે તેવા વિરોધ પક્ષોના દાવા સાચા થશે.?ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ ૨૬ બેઠકો પર વિજય હાંસલ કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યેા છે. આ વખતે પણ ભાજપ તમામ ૨૬ બેઠકો પર વિજેતા બનીને હેટિ્રકનો નવો રેકોર્ડ સ્થાપશે? કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું મહાગઠબંધન ભાજપના ગઢમાં અનેક જગ્યાએ ગાબડા પાડશે? તેવા સવાલો ઠેર ઠેર પૂછાઇ રહ્યા છે. તારીખ ચારના મંગળવાર બપોર સુધીમાં આમાંથી મોટાભાગના સવાલોના જવાબો મળી જશે. પરંતુ અત્યારે તો રાજકીય પક્ષો અને તેના ઉમેદવારોના બ્લડપ્રેશર વધી ગયા છે.
આજે છેલ્લા તબક્કાની ચૂંટણી યાં યોજવામાં આવી છે તે સિવાય તમામ સ્થળે મત ગણતરીની કામગીરી સંદર્ભે જરી વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે. આજે યાં ચૂંટણી હતી ત્યાં એકાદ દિવસમાં જ આ વ્યવસ્થા થઈ જશે.
ગુજરાતની વાત કરીએ તો અહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ પુષોત્તમ પાલા, મનસુખભાઈ માંડવીયા જામનગરના પૂનમબેન માડમ સહિત અનેકના ભાવિનો ફેસલો ૭૨ કલાક બાદ આવવાનો છે.કોંગ્રેસની વાત કરીએ તો વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર, પોરબંદરમાં લલિતભાઈ વસોયા આણંદમાં અમિતભાઈ ચાવડા, દાહોદમાં પ્રભાબેન તાવીયાડ, સાબરકાંઠામાં તુષાર ચૌધરી, સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા, અમરેલીમાં જેનીબેન ઠુમર અને ભચમાં આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવાએ ભારે ફાઈટ આપી છે.સુરતની બેઠક ભાજપની તરફેણમાં બિનહરીફ જાહેર થઈ ચૂકી છે અને હવે ૨૫ બેઠકના પરિણામો મંગળવાર બપોર સુધીમાં આવી જશે. કોંગ્રેસ ૧૦ જેટલી બેઠકો મેળવશે તેવો દાવો પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech