યુક્રેન યુધ્ધનો સૌથી વિનાશક તબક્કો અઠવાડિયામાં ૫૦૦૦થી વધુ મોત

  • August 29, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયા–યુક્રેન યુદ્ધ હવે તેના સૌથી વિનાશક તબક્કામાં છે. છેલ્લા ૭ દિવસમાં રશિયાએ યુક્રેન પર ભીષણ બોમ્બ ધડાકા કર્યા છે. આમાં ૫૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, આ ગોળીબારમાં વિદેશથી મળેલા હથિયારો, જે યુક્રેનને આપવામાં આવ્યા હતા, તે પણ નાશપામ્યા છે.રશિયા–યુક્રેન યુદ્ધમાં કેટલીક જગ્યાઓ પર ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલીક જગ્યાએ મકાનો આગની વાળાઓમાં સળગતા જોવા મળ્યા હતા. કયાંક સૈન્યના ઠેકાણાઓ ધ્વસ્ત થયા તો કયાંક શક્રોના ભંડાર આકાશી વિનાશમાં નષ્ટ્ર થયા. યુદ્ધનો સૌથી વિનાશક તબક્કો ટોચ પર છે, છેલ્લા કેટલાક કલાકોમાં યુક્રેનનો દરેક ખૂણો રશિયન સંરક્ષણ દ્રારા લેન્ડમાઇન હત્પમલામાં નાશ પામ્યો છે. ડોનેટસકથી ખેરસન અને કુપિયનસ્કથી ઝાપોરિઝિયા સુધી, રશિયાએ ખૂબ જ વિનાશક રીતે હત્પમલો કર્યેા. પુતિનના બદલાના કારણે યુદ્ધનો સૌથી વિનાશક તબક્કો ચરમસીમાએ છે. છેલ્લા ૭ દિવસમાં યુક્રેનમાં પ્રચડં નરસંહાર થયો છે, જેમાં ૫૦૦૦થી વધુ યુક્રેનની સેનાના સૈનિકો થોડા જ સમયમાં માર્યા ગયા છે
શું પુતિને યુક્રેનનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે?

જો કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૫૫૦ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા ૭ દિવસમાં એવું લાગી રહ્યું છે કે પુતિને યુક્રેનની સેનાને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. છેલ્લા ૭ દિવસ યુક્રેન માટે ખૂબ જ ભયાનક રહ્યા છે, કારણ કે રશિયાએ ત્રણેય યુદ્ધ મોરચે યુક્રેન પર સૌથી વિનાશક હત્પમલો કર્યેા છે. જેના કારણે યુક્રેનના જ નોર્થ ડોંસ્ક વિસ્તારમાં ૧૪૯૦ યુક્રેનિયન સૈનિકોના મોત થયા હતા.દક્ષિણ ડોન્સ્ક વિસ્તારમાં રશિયન હત્પમલામાં યુક્રેન સશક્ર દળના લગભગ ૮૨૦ સૈનિકો માર્યા ગયા છે.

યુધ્ધમાં યુક્રેનને નુકસાન
 યુક્રેનના લગભગ ૪૬૬ ફાઈટર પ્લેન નાશ પામ્યા છે
 ૨૪૭ હેલિકોપ્ટર પણ નાશ પામ્યા છે
 રશિયન સેનાએ યુક્રેનના ૬,૧૫૨ ડ્રોનને પણ તોડી પાડા છે
 લગભગ ૪૩૩ એન્ટી એરક્રાટ મિસાઈલોને પણ નષ્ટ્ર કરવામાં આવી છે.
 યુક્રેનની ૧૧૫૨૭ ટેન્ક નાશ પામી છે
 રશિયા દ્રારા ૧૪૧૯ આર્ટિલરીનો પણ નાશ કરવામાં આવ્યો છે
 હવે યુક્રેનની આશા માત્ર એફ–૧૬ પર જ ટકી છે, જેની ડિલિવરી હાલમાં થોડા મહિના દૂર છે. આવી સ્થિતિમાં યુક્રેનની આગામી યોજના શિયાળા સુધી યુદ્ધને ખેંચવાની છે. જેથી પશ્ચિમી દેશોમાંથી એફ–૧૬નું કન્સાઈનમેન્ટ કિવ પહોંચે અને તરત જ યુક્રેન આ સ્કાય ફાઈટર વડે રશિયા પર હત્પમલો કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application