આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન જીવનમાં મહત્વનો ભાગ બની ગયો છે. મોટાથી લઈને નાના બાળકોને ફોન વિના ચાલતું નથી. ફોનનાં કેટલાક ઉપયોગ પણ છે અને તેના ગેરફાયદા પણ છે. વધુ પડતો ફોનનાં ઉપયોગથી માનશીક સ્વાસ્થ્ય પર અસર પડે છે. કેટલા કિસ્સાઓ એવા પણ બને છે જેમાં ફોનનાં કારણે પોતાનો જીવ પણ ગુમાવી દે છે, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉત્તરાખંડના ઉધમ સિંહનગર જિલ્લાના કિછામાં માતાએ તેમની પુત્રી પાસેતી તેનો ફોન છીનવી લેતા સગીરાએ કઈંક આવું પગલું ભર્યું છે.
17 વર્ષીય મૃતક યુવતી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને તેના પરિવાર સાથે ખીચાના લાલપુર વિસ્તારમાં રહેતી હતી. માતાએ જણાવ્યું કે રાત્રે લગભગ 2.30 વાગ્યે તેની પુત્રી બીજા માળે રૂમમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. આના પર તેઓએ તેનો ફોન છીનવી લીધો હતો. આ પછી તે નીચે આવ્યાં. આ દરમિયાન દીકરીએ ગુસ્સામાં આવીને પોતાના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. આ જોઈને તેણે રૂમનો દરવાજો ખોલવાની ઘણી કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહી.
આ પછી તેણે ઉતાવળમાં તેની બહેન અને તેના પુત્રને ઘરે બોલાવ્યા. બધાએ સાથે મળીને દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો. જ્યારે તે રૂમમાં પહોંચ્યાતો તેણે જોયું કે પુત્રી ચાદરનો ફાંસો બનાવીને પંખાથી લટકતી હતી. તરત જ બધાએ મળીને તેને નીચે ઉતારી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech