પોરબંદર જિલ્લામાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યુ, ત્રણના નિપજ્યા ક‚ણ મોત

  • April 15, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર જિલ્લામાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યુ હોય તેમ ચોવીસ કલાકમાં એક યુવતી અને બે યુવક સહિત ત્રણના અપમૃત્યુ થતા ભારે અરેરાટી ફેલાઇ છે.
અડવાણામાં યુવતીએ ગળાફાંસો ખાધો
અડવાણા ગામે નવાપરામાં આવેલા કુંભારવાડામાં રહેતા કમલાબેન મનીષ ઠાકુર દ્વારા બગવદર પોલીસમથકમાં એવું જાહેર કરવામાં આવ્યુ છે કે તેની દીકરી પૂનમ ઉ.વ. ૨૧ છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી અને બીમારીથી કંટાળી પૂનમે પોતાની મેળે જ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યુ છે.
ટેરીનો બનાવ
ચૌટા ગામે નવાપ્લોટમાં રહેતા રાજેશ  વિસાભાઇ ગાંગાડીયા નામના યુવાને કુતિયાણા પોલીસમાં એવુ જાહેર કર્યુ છે કે તેનો નાનોભાઇ જેન્તી ઉર્ફે લાલો વિસાભાઇ ગાંગાડીયા ઉ.વ. ૩૨ તા. ૧૪-૪ના  ટેરી ગામ પાસે આવેલી ચારણ નદીના પાણીમાં કોઇ કારણોસર ડૂબી ગયો હતો અને ત્યાં જેન્તીનું મોત થયુ છે. 
વિસાવાડાનો બનાવ
વિસાવાડા ગામે રહેતા અને કડીયાકામ કરતા સુરેશ શીંગરખીયાએ મીયાણી મરીન પોલીસમથકમાં એવુ જાહેર કર્યુ છે કે ફટાણા ગામે નવાવાસમાં રહેતા દલયત ભીમા સાદીયા ઉ.વ. ૨૫ તા. ૧૩-૪ના વિસાવાડા ગામે સવદાસ માલદેભાઇ મોઢવાડીયાની વાડીએ ગયો હતો અને પાણી વગરના કુવામાં કુવાને બાંધવાનું કામ કરતો હતો ત્યારે અચાનક ફાલકાનું પતરુ હટી જતા દલયત કુવામાં પડયો હતો અને શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application