જીવલેણ ચાઈનીઝ દોરીનો જથ્થો ભરેલી કાર સાથે બેને દબોચતી ક્રાઈમ બ્રાંચ

  • December 18, 2023 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંક્રાંતના દિવસો નજીક આવવા લાગતા હવે નફાખોરો નાણા લણી લેવા જીવલેણ ચાઈનીઝ દોરીઓ વેચતા પણ ખચકાશે નહીં. પ્રતિબધં હોવા છતાં પતગં ટોચના ધંધાર્થીઓ પૈકીનાઓ સાઈનીઝ દોરીનો જથ્થો એકત્રિત કરવા લાગ્યા હોવાની માફક રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે કારમાં આવી જીવલેણ ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને જતાં બે પિતરાઈ ભાઈને ૧૪૬ ફીરકી તેમજ કાર મળી ૩,૬૨,૮૦૦ના મુદામાલ સાથે દબોચી લીધા છે.


તિક્ષણ હથિયારથી પણ ધારદાર અને જો શરીરના કોઈપણ ભાગે અથવા તો ગળા પર ફરી વળે તો ગળું ચીરી નાખે તેવી જીવલેણ ચાઈનીઝ બનાવટની દોરી વેચવા લેવા પર પ્રતિબધં છે અને એ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામુ પણ અમલી છે. આમ છતાં નાણા રળવાની લ્હાયમાં કે નાણા ભૂખ્યા ઈસમો વેપારીઓ આવા દોરા વેચશે તે માટે પોલીસ અત્યારથી જ એકિટવ બની છે. ગોંડલ રોડ પર હાઈવે રસુલપરા પાસેના સર્વિસ રોડ પરથી આવી ચાઈનીઝ દોરાના જથ્થા સાથેની કાર ક્રાઈમ બ્રાંચના કુલદિપસિંહ રાણાને મળેલી બાતમી આધારે પીઆઈ વાય.બી.જાડેજાની સૂચનાથી પીએસઆઈ અમે.જે.હત્પણ, નગીનભાઈ ડાંગર સહિતના સ્ટાફે પકડી પાડી હતી.

કાર અટકાવીને તલાસી લેતાં કોથળાઓ નીકળ્યા હતા. જે ચેક કરાતા અંદરથી ૨૭૦૦૦ની કિંમતની પ્લાસ્ટિકની ચાઈનીઝ દોરાની ૧૪૬ નગં ફીકરી નીકળી હતી. પ્રતિબંધિત જીવલેણ ચાઈનીછ દોરી વેચવા લાવનાર કોઠારિયા રોડ પર મેહત્પલનગર શેરી નં.૫ના મધુરમ મકાનમાં રહેતા કૌશલ દિલીપભાઈ મશરાણી ઉ.વ.૩૫ તથા ગાયત્રીનગર મેઈન રોડ પર હસનવાડી શેરી નં.૨ મન નામના મકાનમાં રહેતા નિરજ દિનેશભાઈ મસરાણી ઉ.વ.૧૬ની ધરપકડ કરી હતી. બન્ને શખસો પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. દોરીનો જથ્થો, તથા ત્રણ લાખની કિંમતની મારૂતિ સિયાઝ કાર મળી કુલ ૩,૬૨,૮૦૦નો મુદ્દામાલ કબજે લેવાયવો હતો. આરોપીઓએ સદર બજારમાં દોરા–પતંગનો સ્ટોલ કયર્ો હોવાનું અને અમદાવાદી ચાઈનીઝ દોરો ૧૫૦થી ૨૦૦ સુધીમાં લઈ આવી અહીં ડબલ ભાવે વેચતા હતાનું પોલીસને જાણવા મળે છે.જીવલેણ દોરીનો જથ્થો લાવનાર પિતરાઈબંધુને ક્રાઈમ બ્રાંચે દબોચ્યા છે. હવે આ જથ્થો કયાંથી આવ્યો મોકલનાર કોણ? તે તરફ તપાસનું તીર તાંકયું છે.

ક્રાઈમ બ્રાંચમાં હવે આરોપીઓને લાજ કઢાવવાનો નવો ટ્રેન્ડ કે શું?
સામાન્ય રીતે પોલીસ ગુનાઓના ભેદ ઉકેલે કે કાંઈ ગેરરીતિ, આવી પ્રવૃતિ પકડે ત્યારે તે આરોપીઓના ઉઘાડા મોઢા (ચહેરા)વાળા ફોટા મુકે છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં થોડા વખતથી કોઈપણ કારણોસર હવે ગુનાઓના આરોપીઓને લાજ કઢાવવા (ચહેરો ઢાંકી દેવાનો) બૂરખો પહેરાવીને ફોટા પબ્લીશ કરાઈ રહ્યા છે. તાજેતરમાં ગત સાહે લાખોના દારૂ ભરેલા ટેન્કરના ચાલકનો મોં ઢાંકેલો ફોટો મુકાયો. હવે જીવલેણ ચાઈનીઝ દોરી સાથે ઝડપાયેલા બન્ને આરોપીના બુરખાધારી ફોટા મુકાયા. શું કોઈ કાયદાકીય આંટીઘૂટી કે પાલન સાથે આવું કરાઈ રહ્યું છે કે આરોપીઓની લાજ સાચવવા કે તેમની રિકવેસ્ટને લઈને ચહેરા પોલીસ ઢાંકી દેતી હશે? લાજ કઢાવવાનો નવો ટ્રેન્ડ આવ્યો કે શું?ની ચર્ચા ચાલી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application