જામનગર : કરોડો રૂપીયાનાં સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાની જામીન અરજી નામંજૂર કરતી અદાલત

  • February 24, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસની હકીકત એવી છે કે, જામનગર ખાતે જગદીશભાઈ રામોલીયા દ્વારા જામનગર સીટી 'એ' ડીવી. પો.સ્ટે. માં એવી ફરીયાદ જાહેર કરવામાં આવેલ કે, જામનગર રેવન્યુ સર્વે નં : ૧૨૦૬ વાળી રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ પ્લોટ નં : ૪/૧માં તેઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં : ૨ અને ૩ માં વસવાટ કરતા હતા.



તે દરમ્યાન મયુર ટાઉનશીપમાં કોમન પ્લોટમાં ફરતે પોતાનાં અંગત ઉપયોગમાં કમ્પાઉન્ડ વોલ કરી અંદર મકાન શેડ, શૌચાલય, બાથરૂમ બનાવી નાખી અને કોમન પ્લોટ ફરતે વોલ તથા ગેઈટ નાખી સીસીટીવી કેમેરા લગાડી જગ્યામાં દબાણ કરવામાં આવતા ફરીયાદી તથા અન્ય લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા આરોપી કુખ્યાત ગુનેગાર જયેશ પટેલનાં સગા ભાઈ હોવાનું જણાવી અપશબ્દો બોલી ડર બતાવી ફરીયાદીને ખુબજ હેરાન પરેશાન કરી ફરીયાદીને પોતાનુ મકાન વેંચવા સુધી મજબુર કરી ત્યારબાદ કરોડો રૂપીયાના કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કર્યા અંગેની ફરીયાદ કરવામાં આવેલ.



આ ફરીયાદ બાદ પોલીસ દ્વારા આરોપી ધર્મેશ રાણપરીયાની ધરપકડ કરવામાં આવેલ. જેથી આરોપીએ નામ. ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરાવવા માટે પીટીશન ફાઈલ કરેલ. જે પીટીશન નામ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા આરોપી દ્વારા નામ. સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરેલ.



ત્યારબાદ આરોપી દ્વારા જામનગરની અદાલતમાં જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરેલ. જેમાં સરકાર તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે, કલેક્ટરની અધ્યક્ષતામાં કમીટી બેસાડી તપાસ કરવામાં આવેલ છે તેમજ તમામ દસ્તાવેજી પુરાવાના આધારે કોમન પ્લોટમાં કબજો ગેરકાયદેસર હોવાનું ઠરાવી આરોપી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો બનતો હોય, ફરીયાદ કરવાનો હુકમ કરેલ છે તેમજ આરોપીનું પ્રથમથી એફ.આઈ.આર. માં નામ છે. તથા તેની સામે પ્રથમ દર્શનીય કેસ છે અને આવા ગુન્હાનાં આરોપીને છોડવામાં આવે તો ફરીયાદી પક્ષને નુકશાન થશે અને સાક્ષીઓને ડર બતાવી પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતા રહેશે. તેવી દલીલો કરતા આ તમામ દલીલો ધ્યાને રાખી તેમજ મૂળ ફરીયાદી જગદીશભાઈ રામોલીયાના વકીલના વાંધા ગ્રાહ્ય રાખી એડી.ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ વી.પી.અગ્રવાલ સાહેબ દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરેલ છે. 


આ કેસમાં ફરીયાદી તરફે વકીલ રાજેશ ગોસાઈ તથા સરકાર તરફથી મદદનીશ સરકારી વકીલ પિયુષ પરમાર રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application