નવું ગતકડું... મેરેજ સટિર્ફિકેટ મેળવવા માટે કપલને મ્યુનિ.અધિકારી સમક્ષ હાજર થવાનું

  • April 24, 2025 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મનપાના મેરેજ સર્ટી વિભાગમાં ફરી વખત જૂના નિયમોની અમલવારી શ કરવામાં આવી છે. જેના લીધે હવેથી મેરેજ સર્ટી માટે પતિ–પત્ની બન્નેએ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. આજ સુધી મેરેજ સર્ટી માટે આવતા યુગલ પૈકી પતિ દ્રારા ઈન્ટરવ્યુ આપતી વખતે વીડિયોકોલ મારફતે અધિકારી દ્રારા તેમની પત્નીનો ઈન્ટરવ્યુ લઈ ખરાઈ કરવામાં આવતી હતી. પરંતુ આ પ્રણાલીમાં અનેક વિસંગતતાઓ સર્જાતા હવે લ નોંધણી વિભાગ દ્રારા નવો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ ઈન્ટરવ્યુ વખતે પતિ–પત્ની બન્નેએ અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. જેના લીધે આગામી દિવસોમાં ફરી વખત લ નોંધણી વિભાગોમાં યુગલોની લાઈનો લાગશે.
આરોગ્ય વિભાગના વર્તુળોના જણાવ્યા મુજબ લ નોંધણી સર્ટી માટે પતિ–પત્ની બન્ને ભારતમાં રહેતા હોવા જોઈએ તેવો નિયમ અમલમાં છે. પરંતુ વીડિયો કોલીંગ સિસ્ટમના કિસ્સામાં પત્ની વિદેશમાં હોય છતાં વીડિયોકોલ મારફતે ભારતના કોઈપણ શહેરમાં દર્શાવી લ નોંધણી કરવામાં આવતી હતી જે પ્રકરણ બહાર આવતા હવે પતિ–પત્ની બન્નેને હાજર રહેવા માટેની સુચના અપાઈ છે. જેની અમલવારી આજથી શ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મેરેજ રજિસ્ટ્રેશન બ્રાન્ચમાં અવનવા નિયમો બનાવી અમલી કરવામાં આવે છે ત્યારે સો મણનો સવાલ એ છે કે આ પ્રકારના ચિત્ર વિચિત્ર નિયમો બનાવે છે કોણ ? મહાપલિકામાં ખરેખર પદાધિકારીઓનું રાજ છે કે અધિકારીઓનું તેવા સવાલો લોકોમાંથી ઊઠી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application