ગિફટ સિટીમાં બનશે દેશનું પ્રથમ માનવરહિત પોલીસ સ્ટેશન

  • January 30, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિફટ સિટીને સતત આધુનિક બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી મલ્ટી નેશનલ કંપનીઓને હેડ ઓફિસ આવી રહી છે. જેની સાથે જ વલ્ર્ડની ઘણી કંપનીઓ પણ પોતાની ઓફિસ ગિટ સિટીમાં લાવી રહ્યું છે ત્યારે સુરક્ષામાં પણ કોઈ ચૂક ન રહે તે માટે આધુનિક પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.આ સાથે જ દેશનું પ્રથમ માનવરહિત પોલીસ મથક બનવા જઈ રહ્યું છે. આ માટે ગાંધીનગરના પોલીસ અધિક્ષક અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી દુબઈનો પ્રવાસ કરીને સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી એના આધારે આ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ માટે રાયના ગૃહ વિભાગની ખૂબ જ ટૂંકા ગાળામાં આ અંગેની દરખાસ્ત મોકલી આપવામાં આવશે.
આ પોલીસ મથક દુબઈનાં સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરણા લેવામાં આવી છે. આ માટે વિશેષ કાર્યપદ્ધતિ તૈયાર કરાઈ રહી છે. આ પ્રકારનાં પોલીસમથકોમાં કેવી રીતે કામ થાય છે, એ સમજવા માટે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા આસમસેટ્ટી અને ગૃહ વિભાગના એક આઇએએસ અધિકારીએ દુબઈનો પ્રવાસ પણ ખેડો હતો. પોલીસ મથકમાં નહીં પરંતુ લોકોની વચ્ચે રહે, એ વાત પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ માટે આ મથકમાં કોઈ પોલીસકર્મી નહીં મળે. સમગ્ર સ્ટાફ
(અનુ. નવમા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News