BREAKING NEWS

બજેટ 2026 LIVE અપડેટ: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં

  • February 01, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ થવા ઈ રહ્યું છે ત્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ તેમની ટીમ સાથે એક યાદગાર ફોટો પડાવ્યો હતો. આ ફોટામાં નાણાં મંત્રી અને રાજ્ય મંત્રી, સમગ્ર નાણાં મંત્રાલયની ટીમ સાથે દેખાય હતી.

ત્યારબાદ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ત્યાં તેઓ રાષ્ટ્રપતિને બજેટની નકલ રજૂ કરી હતી. ત્યારબાદ તેઓ કેબિનેટની મંજૂરી મેળવવા માટે સંસદ ભવન જશે અને સવારે 11 વાગ્યે ગૃહમાં સામાન્ય બજેટ રજૂ કરશે.


સીતારમણે હાથથી વણેલી કાંજીવરમ સિલ્ક સાડી પહેરી

બજેટ-2026 માટે નાણાં મંત્રી સીતારમણે હાથથી વણેલી કાંજીવરમ સિલ્ક સાડી પહેરી છે. આ તમિલનાડુની સદીઓ જૂની વણાટની વિરાસત દર્શાવે છે. આ જાંબલી કટ્ટમ કાંજીવરમ સાડી છે, જેમાં આછા સોનેરી ભૂરા રંગના ચેક એટલે કે કટ્ટમ છે. કોફી બ્રાઉન બોર્ડર પર દોરાનું કામ કરવામાં આવ્યું છે. નાણાં મંત્રી પોતે તમિલ છે. તેથી તેમણે પોતાના ગૃહ રાજ્યની સાડી પહેરી.


બજેટ LIVE અપડેટ

- યુનિયન બજેટને શેરબજારે નકાર્યું, સેન્સેક્સમાં 2300 પોઈન્ટ ડાઉન​​​​​​​

- ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં

- સીએનજી, બાયોગેસ, માઇક્રોવેવ સસ્તા થશેઃ નાણામંત્રી

-​​​​​​​ આવક છુપાવવા બદલ હવે કોઈ દંડ નહીં, ફક્ત ૩૦% ટેક્સ ચૂકવવો પડશે: નાણામંત્રી

- 2047 સુધી કરમુક્ત ક્લાઉડ સેવાઓ, જો વિદેશી કંપનીઓ ભારતમાં ડેટા સેન્ટર બનાવશે તો તેને મળશે લાભ: નાણામંત્રી​​​​​​​

- મરીન, લેધર અને ટેક્સટાઇલ પર ડ્યુટી ફી એક ટકાથી વધારી ત્રણ ટકા કરાઇ

- ​​​​​​​લિકર, સ્ક્રેપ પર 2 ટકા ટેક્સ, વાયદા સોદા પર ટેક્સ 0.05 ટકા કરાયો; શેરબાય બેક પર કેપિટલ ગન ટેક્સઃ નાણામંત્રી​​​​​​​

વિદેશમાં ભણવું પહેલા કરતા સસ્તુ થશેઃ નાણામંત્રી 

- ઈનકમ ટેક્સ એક્ટ 2025 આગામી 1 એપ્રિલથી લાગુ થઇ જશે, નવા નિયમ અને ફોર્મ જલદી જ જાહેર કરાશે​​​​​​​

- 2047 સુધી ટેક્સમાં રાહત આપવામાં આવીઃ નાણામંત્રી

- સામાન્ય ફી સાથે  ITR ફાઇલ થઈ શકશે, 31 ડિસેમ્બરના બદલે 31 જુલાઈ સુધી ટેક્સ રિટર્નઃ નાણામંત્રી​​​​​​​

- 20 લાખથી ઓછી વિદેશ સંપત્તિની જાણકારી ન આપવા બદલ દંડ, સજા નહીં: નાણામંત્રી

- વિદેશ યાત્રા પર TCS ઘટીને 2 ટકા કરવાનો પ્રસ્તાવઃ નાણામંત્રી

- 'હાઈ ક્વોલિટીના આયુર્વેદિક પ્રોડક્ટ્સનો નિકાસ કરીશુંઃ નાણામંત્રી

    - જિલ્લા હોસ્પિટલમાં ટ્રોમા-ઇમરજન્સી ક્ષમતા વધારાશે, બદામ-અખરોટ-કોકોનું ઉત્પાદન વધારાશે

    - નાના ખેડૂતોને 20 હજાર રૂપિયા સુધી ઝીરો ટકાએ લોન અપાશેઃ નાણામંત્રી​​​​​​​

    - જામનગરમાં WHOનું કેન્દ્ર બનશેઃ નાણામંત્રી​​​​​​​


    - મેડિકલ ટુરિઝમ માટે ત્રણ નવા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખુલશે, પાંચ હબને સમર્થન આપવામાં આવશે

    ભારત બાયોફાર્મા માટે વૈશ્વિક કેન્દ્ર બનશે

    * ભારતને વૈશ્વિક બાયોફાર્મા ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે
    * આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડના ખર્ચ સાથે 'બાયોફાર્મા શક્તિ' યોજના
    * બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન
    * સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનને મજબૂત બનાવવાનો પ્રસ્તાવ


    ખનિજો, રસાયણો અને કન્ટેનર ઉત્પાદન

    * દુર્લભ ખનિજ કોરિડોર માટે ખનિજ સમૃદ્ધ રાજ્યોને ટેકો
    * ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખનિજ કોરિડોર
    * ત્રણ સમર્પિત રાસાયણિક પાર્ક સ્થાપિત કરવાની નવી યોજના
    * ઓટોમેટેડ સર્વિસ બ્યુરો હેઠળ બે હાઇ-ટેક ટૂલ રૂમ
    * ₹10,000 કરોડના બજેટ સાથે કન્ટેનર ઉત્પાદન યોજના

    રેલ, જળમાર્ગો અને ગ્રીન ટ્રાન્સપોર્ટ

    * 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર શહેરો વચ્ચે વિકાસ માટે પુલ બનશે
    * દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી હાઇ-સ્પીડ રેલ કોરિડોર
    * આગામી 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો
    * વારાણસી અને પટનામાં જહાજ સમારકામ સુવિધાઓ
    * સીપ્લેન VGF યોજનાનો પ્રારંભ

    - દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે- નાણામંત્રી

    - દેશમાં 3 નવી આયુર્વેદ AIIMS બનાવાશેઃ નાણામંત્રી​​​​​​​


    ​​​​​​​- નાના શહેરોમાં તીર્થસ્થાન બનાવવામાં આવશેઃ નાણામંત્રી


    ​​​​​​​- જામનગરમાં મેડિકલ સેન્ટરને અપડેટ કરવામાં આવશઃ નાણામંત્રી

    - સર્વિસ સેક્ટરમાં 2047 સુધી 10% હિસ્સો થશે, પાંચ પ્રાદેશિક મેડિકલ હબ શરૂ કરાશે, એઆઈ મિશન હેઠળ ઉદ્યોગોને મદદ મળશે: નાણામંત્રી

    ​​​​​​​- NRI શેરબજારમાં રોકાણ કરી શકાશે, PROI માં રોકાણ 10% થી વધારીને 20% કરાયું: નાણામંત્રી

    - કાપડ ઉદ્યોગમાં રિફોર્મ કરવામાં આવશે, ગામડાઓ માટે મહાત્મા ગાંધી ગ્રામ- સ્વરાજ યોજના, મહાત્મા ગાંધી હેન્ડલુમ યોજના શરૂ કરવામાં આવશે: નાણામંત્રી

    - સાત હાઈ સ્પીડ રેલ કોરીડોરની શરૂઆત થશે, બેન્કિંગ લેવલમાં સુધારા માટે હાઈ લેવલ કમિટીની રચના થશે: નાણામંત્રી

    - દેશમાં પાંચ વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ થશે, સમુદ્રી વિમાનનું ભારતમાં નિર્માણ થશે, બનારસ અને પટનામાં જહાજ મરમ્મત કેન્દ્ર બનશે: નાણામંત્રી

    - પાંચ લાખથી વધુ વસ્તીવાળા શહેરોના વિકાસ પર ભાર, માળખાકીય સુવિધાઓ માટે ૧૨.૨ લાખ કરોડ, ટીયર-2 અને ટીયર -3 શહેરોનો વિકાસ થશે: નાણામંત્રી

    - સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ કરવામાં આવશે - નિર્મલા સીતારમણ

    - આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડ, દેશી કાપડ માટે વિશેષ સહાય, 1000થી વધુ ક્લિનિકલ સાઇટ તૈયાર થશે, મેગા ટેક્સટાઇલ પાર્ક નું નિર્માણ થશે: નાણામંત્રી

    -​​​​​​​ 200 વિરાસતોને કાયાકલ્પ કરાશેઃ નાણામંત્રી

    - નાણામંત્રીએ કહ્યું- ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ માટે 40 હજાર કરોડ આપશે

    - જીએસટીને હજુ સરળ બનાવવાનો પ્રયાસ, સુગર- કેન્સરની દવાઓ સસ્તી બનશે: નાણામંત્રી

    -​​​​​​​ દેશને બાયોફાર્મા ઉત્પાદનનું હબ બનાવીશું, શહેરોમાં નવા ઇકોનોમિક ઝોન બનાવીશું, આયાત ઘટાડીશું, નિકાસ વધારીશું: નાણામંત્રી

    - કેરળ, આંધ્રપ્રદેશમાં રેર એર્થ કોરિડર બનશેઃ નિર્મલા સિતારમણ

    - અમારી સરકારનું પહેલું કર્તવ્ય ગરીબો અને શોષિતોનો વિકાસ કરવો, બીજું કર્તવ્ય માળખાકીય સુવિધામાં સુધારો કરવો, ત્રીજું કર્તવ્ય સૌનો સાથ સૌનો વિકાસ: નાણામંત્રી

    - આપણે 7 ટકાનો વિકાસ દર હાંસલ કર્યોઃ નિર્મલા સિતારમણ

    ​​​​​​​- નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં દેશની દિશા નિર્ધારિત કરતું કેન્દ્રીય બજેટ રજૂ

    - કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2026ના બજેટને મંજૂરી આપવામાં આવી, ટૂંક સમયમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવશે.

    ​​​​​​​​​​​​​​​​​- કિરણ રીજ્જુએ કહ્યું-'વડાપ્રધાનની સુધારા એક્સપ્રેસ વિકાસ તરફ ભારતની કૂચને વેગ આપશે'​​​​​​​

    - સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક ચાલુ, બજેટને મંજૂરી આપવામાં આવશે

    - પ્રિયંકા ગાંધીએ કહ્યું- બજેટથી મને કોઈ આશા નથી

    - પ્રધાનમંત્રી મોદી બજેટ 2026 લઈ સંસદ ભવનમાં પહોંચ્યા છે. 2026ના બજેટને ટૂંક સમયમાં કેબિનેટ મંજૂરી મળે તેવી અપેક્ષા છે. પીએમ મોદી સામાન્ય બજેટ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું ભાષણ સાંભળવા માટે સંસદમાં હાજર રહેશે.

    - સંસદમાં મોદી કેબિનેટની બેઠક ટૂંક સમયમાં, બજેટ 2026 મંજૂર થશે​​​​​​​

    - સીતારમણ સંસદ પહોંચ્યા, 9મી વખત બજેટ રજૂ કરશે​​​​​​​

    - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સીતારમણનું મોં મીઠું કરાવ્યું

     - નાણામંત્રી સીતારમણ રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા​​​​​​​

    - બજેટ પહેલા જ સોનામાં 13000 અને ચાંદીમાં 26000 કડાકો  

    - નાણામંત્રી સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા


    લોકોને બજેટ પ્રત્યે ઘણી આશાઓ 

    નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત નવમું બજેટ રજૂ કરી રહ્યા છે. દિલ્હીના ઉદ્યાનોમાં સવારની ચાલવા જતા નાગરિકોએ આ બજેટ માટે પોતાની ઊંચી અપેક્ષાઓ વ્યક્ત કરી. કેટલાક લોકોએ કહ્યું કે સરકારે આરોગ્ય ક્ષેત્રમાં વધુ અસરકારક પગલાં લેવા જોઈએ. દરમિયાન, અન્ય લોકોએ સૂચન કર્યું કે સરકારે ગૃહ લોન ઉપરાંત શિક્ષણ લોન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.​​​​​​​


    ઇલેક્ટ્રોનિક સામાનને પ્રોત્સાહન આપવા માટે છૂટછાટો શક્ય

    ગત બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારીને 20 ટકા કરી હતી. વધુમાં, ઓપન સેલ અને અન્ય ઘટકો પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને તેને ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ વખતે, બજેટમાં ઇલેક્ટ્રોનિક સામાનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે.​​​​​​​


    બજેટમાં શું થશે સસ્તું શું મોંઘું

    આજે તમારી થાળીના શાકભાજીથી લઈને તમારા હાથના સ્માર્ટફોન સુધી, મોટાભાગની વસ્તુઓના ભાવ GST કાઉન્સિલ નક્કી કરે છે, નહીં કે નાણામંત્રી. બજેટમાં તો બસ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવા-વધવાથી અમુક સામાન ઉપર-નીચે થાય છે. આ વખતે બજેટમાં સોનું-ચાંદી સસ્તા થઈ શકે છે.

    સરકાર સોના-ચાંદી પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટીને 6%થી ઘટાડીને 4% કરી શકે છે. જો આવું થાય છે તો સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 3,000 રૂપિયા અને ચાંદી 6,000 રૂપિયા સસ્તી થઈ શકે છે.



    લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


    ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


    સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


    મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

    View News On Application
    Recent News