દેશનું કુલ દેવું સપ્ટેમ્બર કવાર્ટરમાં વધીને ત્રણ ટ્રિલિયન ડોલર નજીક

  • December 21, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશનું કુલ દેવું સપ્ટેમ્બર કવાર્ટરમાં વધીને ૨.૪૭ ટિ્રલિયન ડોલર અર્થાત . ૨૦૫ ટિ્રલિયન થઇ ગયું છે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અગાઉના નાણાકીય વર્ષના માર્ચ કવાર્ટરમાં કુલ દેવાની રકમ ૨.૩૪ ટિ્રલિયન ડોલર એટલે કે . ૨૦૦ ટિ્રલિયન હતી.ઈન્ડિયાબોન્ડસ.કોમના સહ–સ્થાપક વિશાલ ગોયેન્કાએ જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક દ્રારા આપવામાં આવેલ ડેટા મુજબ સપ્ટેમ્બર કવાર્ટરમાં કેન્દ્ર સરકારનું દેવું ૧.૩૪ ટિ્રલિયન ડોલર અથવા . ૧૬૧.૧ ટિ્રલિયન હતું, જે માર્ચ કવાર્ટરમાં ૧.૦૬ ટિ્રલિયન ડોલર અથવા . ૧૫૦.૪ ટિ્રલિયન થયું હતું.આ રિપોર્ટ આરબીઆઈ, કિલયરિંગ કોર્પેારેશન ઓફ ઈન્ડિયા અને સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ડેટાનું સંકલન છે. . ૧૬૧.૧ ટિ્રલિયન પર કેન્દ્ર સરકારનું દેવું કુલ રકમના સૌથી વધુ ૪૬.૦૪ ટકા હિસ્સો ધરાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application