તારીખ ૧ જૂનથી ૨૮ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં પડેલા વરસાદ બાબતે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ દેશમાં સરેરાશ કરતા ૭% વધુ વરસાદ પડી ગયો છે અને તેમાં સૌથી વધુ દક્ષિણના રાયોમાં ૧૮% અને ત્યાર પછી બીજા ક્રમે મધ્ય ભારતમાં ૧૭% એવરેજ કરતાં પ્લસ વરસાદ પડો છે.ગુજરાત નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં આવે છે અને આનમાં તારીખ ૨૮ ઓગસ્ટ સુધીમાં એવરેજ કરતાં બે ટકા વધુ વરસાદ પડી ગયો છે પૂર્વ અને પૂર્વ તરફના રાયોમાં વરસાદની ૧૧ ટકા જેટલી ખાધ હોવાનું આ રિપોર્ટમાં જણાવાયું છે.
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં વરસાદના જોરમાં ક્રમશ: ઘટાડો આવી રહ્યો છે અને આમ છતાં હવામાન ખાતા દ્રારા સૌરાષ્ટ્ર્ર સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત ગુજરાતમાં આજે અને આવતીકાલે બે દિવસ માટે અમુક જગ્યા એ ભારે વરસાદની શકયતા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર્ર અને રાજસ્થાનમાં પણ આ મુજબના વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૧૪ તાલુકામાં એક થી ત્રણ ઈંચ અને બાકીના ૯૯ તાલુકામાં સામાન્ય ઝાપટા પડા છે ગાંધીનગર જિલ્લાના માણસા અને દેગામમાં ત્રણ ત્રણ ઈચ પાણી પડું છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં અઢી ખેડા જિલ્લાના કપડવજં વડોદરા જિલ્લાના સિનોર અને વલસાડ જિલ્લાના કપરાડામાં બે ઈંચ પાણી પડું છે.
બંગાળની ખાડીમાં મધ્યભાગમાં લો પ્રેસર સર્જાયું છે અને તે તારીખ ૯ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આવી જ રીતે જમ્મુ કશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સાયકલોનિક સકર્યુલેશન હોવાથી તેની અસરના ભાગપે ગુજરાત મહારાષ્ટ્ર્ર અને રાજસ્થાનમાં આગામી તારીખ ૮ સુધી અમુક જગ્યા એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech