મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સીધી અસર હવે ભારતના બજેટ અને સરકારી તિજોરી પર જોવા મળી રહી છે. કાચા તેલના વધતા ભાવો વચ્ચે સામાન્ય નાગરિકોને મોંઘવારીથી બચાવવા માટે સરકારે ઈંધણ અને ખાતર પર સબસિડીનો મોટો બોજ વધારવો પડો છે. આ વધતા આર્થિક બોજને પહોંચી વળવા અને દેશના વિકાસ કાર્યેાને અટકતા રોકવા માટે, ભારત સરકાર વૈશ્વિક સંસ્થાઓ પાસેથી અંદાજે ૨.૫ અબજ ડોલર એટલે કે આશરે ૨૩,૬૩૨ કરોડ) પિયા મેળવવાની તૈયારી કરી રહી છે.બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકાર આ ફંડિંગ માટે વલ્ર્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે એડવાન્સ લેવલની વાતચીત કરી રહી છે, જે આગામી બે મહિનામાં સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે.અહી જણાવી દઈએ કે ભારત એ વલ્ર્ડ બેંક ગ્રૂપનો સૌથી મોટો કલાયન્ટ છે, જેને ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રકશન એન્ડ ડેવલપમેન્ટ તરફથી અંદાજે ૩૭ અબજ ડોલરની પ્રતિબદ્ધતા મળેલી છે. યારે ફિલિપાઇન્સ સ્થિત એડીબીએ પણ ભારતને કુલ ૬૩.૮ અબજ ડોલરની સહાયનું વચન આપેલું છે. સરકાર આ અધધધ રકમનો ઉપયોગ દેશના અર્થતંત્રને વેગ આપવા માટે ખાસ પ્રોજેકટસમાં કરશે. આ પ્રસ્તાવિત ફંડિંગ અંતર્ગત વલ્ર્ડ બેંક પાસેથી ૧.૫ અબજ ડોલર અને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી ૧ અબજ ડોલર મેળવવા અંગે ચર્ચા ચાલી રહી છે. આ નાણાંનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના શહેરી આંતરમાળખા ને મજબૂત કરવાનો અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે.