શીલ ગામે મંદિર ખાતે સમાજભવનનું નિર્માણ કાર્ય ધમધમ્યુ

  • August 20, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના દરિયાઇપટ્ટી પરના શીલ ગામે ભરડા અને ડાકી પરિવારના સમાજભવનના નિર્માણનું કાર્ય ધમધમી રહ્યુ છે જેમાં દાતાઓ સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે.
માધવપુર નજીકના શીલ ગામે સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવાક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા શ્રી સંગેસરિયાબાપા સેવા સમિતિ દ્વારા ભરડા ડાકી પરિવારના આરાધ્ય દેવ શ્રી સંગેસરિયા બાપાના મંદિરના વિશાળ કમ્પાઉન્ડમાં શીલ મંદિરના ભુવા આતા મનાભાઇ ભરડાની રાહબરી હેઠળ પચાસ લાખના ખર્ચે સમાજભવનના નિર્માણનું  કામ ઝડપભેર આગળ ધપી રહ્યુ છે. મંદિરના ભુવા આતા મનાભાઇ ભરડાએ સમાજ ભવનના કાર્યને નિહાળવા પધારેલ મહાનુભાવોના આગમનને આવકારી  જણાવ્યુ હતુ કે, ભરડા ડાકી પરિવારના  સહયોગથી આરાધ્ય દેવ શ્રી સંગેસરિયા બાપાના મંદિરનો ર્જીણોધ્ધાર કરી નૂતન મંદિર બન્યા બાદ હવે આ મંદિર પરિસરમાં દેશ વિદેશથી મંદિરના દર્શનાર્થે આવતા ભરડા ડાકી પરિવારને ભોજન અને આવાસની સુવિધા ઉપલબ્ધ બનાવવા સમાજ ભવનના નિર્માણનું કાર્ય ઉપાડયુ છે. આ માટે ડાકી ભરડા પરિવારના ભાવિકજનોએ સર્વાનુમતે ઘરદીઠ ‚પિયા ૧૧૧૧ આપવાનું ઠરાવતા આ સમાજ ભવનના નિર્માણને ખૂબ વેગ મળ્યો છે. તેમાંય યુવાનોનો છ માસની નિ:શુલ્ક સેવા મળી છે. પોરબંદર જિલ્લાના કોળી સમાજરત્નડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ તાજેતરમાં આ સમાજનિર્માણના ચાલતા પ્રોજેકટની મુલાકાત લીધી હતી. તેમણે છ માસથી ભરડા ડાકી પરિવારના યુવાનોની નિ:શુલ્ક સેવાને બિરદાવી તેણે જણાવ્યુ કે નિષ્ઠા અને સાચી નેમથી કરેલ કાર્ય ફોગટ જતુ નથી. મંદિરના વિકાસના કારણે સમાજમાં સંપ, એકતા અને સંગઠન  ભાઇચારા  ભાવના  બળવતર બની છે. આજે સમાજમાં શિક્ષણ, સેવા અને આધ્યાત્મિક ક્ષેત્રે સકારાત્મક બદલાવ આવ્યો છે. જે આવતીકાલ ભવિષ્યની સારી નિશાની જોઇ શકાય છે. યુવાનોને સમાજના વિકાસમાં સહયોગી બનવા આહવાન કરી ભુવાઆતા મનાભાઇ ભરડાની નિ:શુલ્ક સેવાને બિરદાવી હતી. પોરબંદર ખાપટના દાતા દિનેશભાઇ ગોવિંદભાઇ ભરડા, જીતેશભાઇ ભરડા, મીનાબેન ભરડા (દુબઇ) તેમજ માંગરોળ શહેર કોળી સમાજના શ્રેષ્ઠી અને ભરડા કેબલના માલિક રાકેશભાઇ ભરડા, તાલુકા કોળી સમાજના પ્રમુખ લક્ષ્મણભાઇ ભરડા સંગેસરિયા બાપા સેવા સમિતિના પ્રમુખ રાજાભાઇ ભરડા અમદાવાદના ઇસરોની નિવૃત્તિ અધિકારી રમેશભાઇ જીવાભાઇ ભરડા, શીલ ગામના યુવા સરપંચ જયેશભાઇ ચુડાસમા સહિતના ભરડા ડાકી પરિવારનો ઉમદા સહયોગ મળી રહ્યો છે. આ તકે નેત્રાવતી મંદિરના કાંઠે શ્રી સંગેસરિયા બાપાના  નવનિર્મિત નૂતનમંદિરમાં આવાગમનની રસ્તાની દુવિધા હતી ત્યારે મનાભાઇ ભુવાના માર્ગદર્શન હેઠળ સેવાકર્મી યુવાનોએ દેવીપૂજક વસાહતને સમજાવી સ્વેચ્છાએ રસ્તો આપીને સેવા ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયુ છે. હવે પોરબંદર-સોમનાથ હાઇવેથી ટુ લાઇનનો રસ્તો  તૈયાર થતા ભાવિકજનો પોતાના વાહન સાથે મંદિરના દર્શનાર્થે આવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ બનતા ભાવિકજનોમાં ખુશી વ્યાપી છે. શીલ ગામના સેવાભાવી (શ્રી સંગેસરિયા બાપાના ભુવા આતા મનાભાઇ ભરડાના માર્ગદર્શન હેઠળ સમિતિના કારાભાઇ સિદીભાઇ ડાકી, કાનાભાઇ બાબુભાઇ ડાકી, રામભાઇ ગોવિંદભાઇ ભરડા, અજિતભાઇ ડાકી(તલોદરા), વિરમભાઇ ભરડા(ભોલે નાઇટ), રામજીભાઇ ભરડા (ભંદુરી), સંજયભાઇ ભરડા (મિનરલ), પરેશભાઇ ભરડા, રવિભાઇ ભરડા (ન્યૂ મહાદેવ)સહિત અગ્રણીઓ સારી જહેમત ઉઠાવી રહ્યા છે. સમાજ ભવનના નિર્માણ કાર્યમાં કોઇ ડાકી ભરડા પરિવાર પોતાનો આર્થિક સહયોગ આપવા ઇચ્છતા હોય તેઓએ ભુવાઆતા  મનાભાઇ ભરડાના મો: ૬૩૫૧૪ ૬૫૨૦૯ નો સંપર્ધ સાધવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application