આ વર્ષે સાતમ આઠમની ઉજવણીનો રગં સોળે કલાએ ખીલ્યો છે. સૌરાષ્ટ્ર્રમાં વેકેશન મોડ ઓન થઈ ગયો છે. શુક્રવારથી બુધવાર સુધી શાળા કોલેજો તેમજ બજારો બધં રહેશે. મીની વેકેશનનો માહોલ સૌરાષ્ટ્ર્રમાં જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટ્રમીના તહેવારોમાં આજે રાંધણ છઠનો દિવસ છે આવતીકાલે શીતળા સાતમ અને સોમવારે જન્માષ્ટ્રમી નો પર્વ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં ધામધૂમથી ઉજવાશે. આજે ઘરે ઘરે મહિલાઓએ ફરસાણ અને મીઠાઈના તાવડા માંડા છે. સાંજે શુભ મુરતે ચૂલાને ઠંડો કરશે.
આવતીકાલે શીતળા સાતમ હોવાથી મંદિરોમાં શીતળા માતાજીની પૂજા મહિલાઓ દ્રારા કરવામાં આવશે. પતિ અને બાળકોના દીર્ઘાયુષ્ય માટે શીતળા માતાને પ્રાર્થના કરી વાર્તા કરશે. આખો દિવસ ઠંડુ ખાય શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવે છે. નાગલા અને કુલર તેમજ શ્રીફળનો પ્રસાદ ધરાવવામાં આવશે.
સોમવારે સૌરાષ્ટ્ર્રવાસીઓ જે દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે દિવસ કૃષ્ણ જન્મોત્સવની રંગે ચંગે વાજતે ગાજતે ઉજવાશે. નદં ઘેર આનદં ભયો જય કનૈયા લાલ કી.. ના જય નાદ સાથે માખણચોરના જન્મોત્સવની ઉજવવામાં આવશે.
સૌરાષ્ટ્ર્રના ભાતીગળ લોકમેળાનો આજથી ભવ્ય પ્રારભં થશે. દશમ સુધી આ લોક મેળાની રંગત શેહરીજનો અને આજુબાજુના ગ્રામજનો માણશે. સાતમ આઠમ ની રજા નો લાંબા સમયથી લોકો ઇન્તજાર કરતા હોય છે એક સાથે ચાર દિવસની રજા મળતી હોવાથી પરિવારજનો અને મિત્રો વર્તુળ સાથે મજાની મોજ માણે છે. ફરવાના શોખીનો ફરવા ઉપડી ગયા છે તો ઉત્સવ પ્રેમીઓ તેમના મિત્રો સાથે રાજકોટ નજીકના ફાર્મ હાઉસ, સૌરાષ્ટ્ર્રમાં આવેલા રિસોર્ટમાં રજાની મજા માણસે.રાજકોટમાં તેમજ ગામે ગામ આઠમની ભવ્ય શોભા યાત્રા નીકળશે જેમાં રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવારે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં આ વર્ષે પર્યાવરણની થીમ પર ૨૨ કિલોમીટરની લાંબી અને વિશાળ શોભાયાત્રા નો આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો તેમજ રાજકીય મહાનુભાવો અને સંખ્યામાં ભાવિકો જોડાશે. આકર્ષક લોટ સાથે મટકીફોડ અને રાસ ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech