રેસકોર્સ પાસે પોલીસને જોઇ કાર હંકારી મુકનાર કોલેજિયનને તુરંત ઝડપી લેવાયા

  • December 27, 2023 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થર્ટી ફર્સ્ટને લઇ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે ત્યારે ગઇકાલે રાત્રીના રેસકોર્સ રિંગરોડ પર ચેકિંગ દરમિયાન એક કારને પોલીસે અટકાવવાની કોશિશ કરતા તેણે કાર હંકારી મૂકી હતી.જોકે પોલીસે તેનો પીછો કરી તુરંત થોડે દુરથી આ કાર ઝડપી લીધી હતી.કારમાં નંબર પ્લેટ ન હોય તેમજ કાળા કાચ હોય અને ચાલક કોલેજીયન યુવાન પાસે લાયસન્સ પણ ન હોય પોલીસે કાર ડિટેઇન કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, ગઇકાલે રાત્રીના એસીપી ભાર્ગવ પંડયા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.આર.ગોંડલીયાની હાજરીમાં સ્ટાફ દ્વારા રેસકોર્સ રિંગરોડ પર વાહન ચેકિંગની કામગીરી કરાઇ રહી હતી.દરમિયાન બહુમાળી ભવન ચોક પાસે એક નંબર પ્લેટ વગરની સ્વીફટ કાર પસાર થતા તેને અટકાવવાની કોશિશ કરી હતી.પણ કારચાલકે વાહન રોકવાના બદલે પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી.જેથી પોલીસે પીછો કરી તુરંત આ કારને થોડે દૂર પહોંચી ત્યાં સુધીમાં અટકાવી દીધી હતી.બાદમાં કારમાં સવાર આ શખસોને નીચે ઉતારી પુછતાછ કરી હતી.કારચાલકનું નામ પ્રિન્સ હોવાનું અને કારમાં તેના ચાર મિત્રો બેઠા હોવાનું માલુમ પડયું હતું.
પોલીસે કાર ચાલક કોલજીયન છાત્ર પાસે લાયન્સ માંગતા તેની પાસે લાયસન્સ ન હોવાનું માલુમ પડયું હતું.કારમાં નંબર પ્લેટ ન હોય તેમજ કારમાં કાળા કાચ હોય જેથી પોલીસે આ કાર ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ,કોલેજીયન છાત્ર તેના મિત્રો બર્થ ડે પાર્ટી માટે જતા હતા દરમિયાન ચકિંગ થતું હોય અને વાહનમાં નંબર પ્લેટ ન હોય લાયસન્સ પણ ન હોય પોલીસને જોઇ કાર હંકારી મૂકી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application