ઠંડીએ અચાનક જ બોકાસો બોલાવી દીધો: ગિરનાર પર્વત ઉપર ૯.૫ ડિગ્રી તાપમાન

  • January 11, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નલિયામાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનમાં એકાએક ચાર ડિગ્રી જેટલો જોરદાર ઘટાડો આવ્યો હતો અને તેના કારણે આજે નલિયામાં લઘુતમ તાપમાન માત્ર ૫.૧ ડીગ્રી નોંધાયું છે જે શિયાળાની ચાલુ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે. એકાએક આવી પડેલા ઠંડીના આક્રમણના કારણે નલિયાવાસીઓ ધ્રુજી રહ્યા છે.
ગિરનાર પર્વત ઉપર પણ આજે માત્ર ૯.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. જુનાગઢ શહેરમાં ૧૪.૫ અને ભવનાથ તળેટીમાં ૧૨.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પવનની ગતિ સરેરાશ ૭ થી ૮ કિલોમીટર વચ્ચે રહેવા
પામે છે.
ભુજમાં ગઈકાલે અને આજે લઘુતમ તાપમાન લગભગ એક સરખું જ રહ્યું છે.
અમરેલીમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે. દ્રારકામાં ગઈકાલે ૧૬.૪ અને આજે ૧૫.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ઓખામાં આજે ૧૯.૩ ડીગ્રી તાપમાન રહ્યું છે.
નલિયા જેવું જ પોરબંદરમાં થયું છે. પોરબંદરમાં ગઈકાલે ૧૮ ડીગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે ઘટીને ૧૫ ડિગ્રી થઈ ગયું છે.રાજકોટમાં ગઈકાલે ૧૨.૬ અને આજે ૧૨.૯ ડિગ્રી લઘુતમ તાપમાન છે. વેરાવળના તાપમાનમાં કશો ફેરફાર થયો નથી.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ સરેરાશ ૭૫% આસપાસ રહેતું હોવાથી ઠારના કારણે ઠંડીની વધુ અનુભૂતિ થાય છે. આ ઉપરાંત ઠંડા પવનો પણ ટાઢનુ જોર વધારે છે.

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત જનજીવન ખોરવાયું
રાષ્ટ્ર્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ સમયે કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે હાલમાં ઉત્તર–પશ્ચિમ ભારતના રાયોમાં કોલ્ડ એલર્ટ જાહેર કયુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં તીવ્ર ઠંડી યથાવત છે. હાલ સૌથી ઠંડુ સ્થળ અમૃતસર રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. યારે ચંદીગઢ અને અંબાલામાં મહત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. યુપીમાં, મેરઠમાં મહત્તમ તાપમાન ૧૪.૩ ડિગ્રી સેલ્સિયસ, બરેલીમાં ૧૫.૧ ડિગ્રી સેલ્સિયસ, લખનઉમાં ૧૭.૦ ડિગ્રી સેલ્સિયસ અને અલીગઢમાં ૧૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે. દરમિયાન, ઉત્તર ભારતના રાયો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન ૫ થી ૧૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાય તેવી શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application