ભાટીયા સરપંચની ખુરશી આઠ મહિનાથી ખાલી

  • December 12, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાકીદે ચુંટણી યોજવા ભાજપ અગ્રણી દ્વારા કરાઇ રજુઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં જામકલ્યાણપુર તાલુકાનાં ભાટીયા ગ્રામ પંચાયતમાં અનુસુચિત જાતિના અનામત સરપંચ તરીકે મહિલા ભાંભી હેમલતાબેન હમીરભાઇને તા.૨૮-૪-૨૦૨૩ના રોજ ગ્રામ પંચાયત કચેરી ભાટીયા દ્વારા અિવિુશ્રશ્ર્શ્ર્વઋાસની દરખાસ્ત કરીને પદથી બરખાસ્ત કરવામાં આવેલ છે ભાટીયા ગ્રામ પંચાયત કચેરીમાં અનુસુચિત જાતિની સીટ અનામત હતી અને હાલમાં સરપંચ પદ ૬ માસથી વધારે સમયથી ખાલી પડેલ છે.
અનુસુચિત જાતિના સરપંચ તરીકે કોઇપણ અનુસુચિત જાતિના વ્યકિત ત્યાં બેસે તેવા હેતુ સાથે અનામત ચુંટણી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ છે પરંતુ હાલના સમય મુજબ આ સરપંચ પદ પર અનામત સિવાય ઉપસરપંચને ચાર્જ આપેલ તેને ૬ માસથી વધારે સમય થઇ ગયેલ છે. આ સ્થાન પર અનુસુચિત જાતિનાં વ્યકિત પાંચ વર્ષ રહે સામાજીક સમરસતાના ઘ્યેય સાથે અનામત આપવામાં આવતું હોય છે પરંતુ હજુ સરપંચની ચુંટણી થયેલ નથી. ભાટીયા ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણી વહેલી તકે યોજાય તેવી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application