ગુજરાતમાં ભારેથી અતિ ભારે પડેલા વરસાદને પરિણામે થયેલા નુકસાનને લઈને કેન્દ્રની કમિટી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવશે ગુજરાતના પૂર્વગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને નુકસાનીના આંકડા મેળવશે. જેના આધારે કેન્દ્ર સરકાર ગુજરાતને રાહત પેકેજ ની જાહેરાત કરશે.
અહીં નોંધવું જરી છે કે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ હિમાચલ નાગાલેન્ડ સહિતના રાયોની ઉપર કુદરતી આ બધાના પરિણામે ગંભીર પરિસ્થિતિ સર્જાય છે જેને લઇને ભારત સરકાર દ્રારા નેશનલ ઇન્સ્િટટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એકિઝકયુટિવ ડાયરેકટર ની આગેવાની હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી છે જે ટૂંક સમયમાં આ તમામ રાયોની મુલાકાત લેશે અને નુકસાની નો આંકડો મેળવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓગસ્ટ, ૨૦૧૯માં લીધેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય મુજબ ગૃહ મંત્રાલયે આઇએએમસીટીની રચના કરી છે. જે પુર ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રાયો આસામ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાની અગાઉથી મુલાકાત લીધી છે. જેથી તેમના મેમોરેન્ડમની રાહ જોયા વિના નુકસાનની સ્થળ પર આકારણી કરી શકાય. નાગાલેન્ડ રાય માટે આઇએમસીટીની પણ રચના કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં જ રાયના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ભૂતકાળમાં પણ આઇએમસીટી રાય સરકાર તરફથી મેમોરેન્ડમ મળ્યા પછી જ આપત્તિ રાયોની મુલાકાત લેતું હતું. જેમા ફેરફાર કરવામા આવયો છે.
જુની વ્યવસ્થા મુજબ રાય સરકાર તરફથી કેન્દ્રીય ટીમને સર્વે માટે વિધિવત પ્રસ્તાવ કરવામાં આવતો હતો અને ત્યાર પછી કેન્દ્ર સરકારની ટીમ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેતી હતી પરંતુ ૨૦૧૯માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વ્યવસ્થામાં ફેરફાર કર્યેા છે અને રાય સરકારના પ્રસ્તાવની રાહ જોયા વગર કેન્દ્રીય ટીમને મોકલવામાં આવે છે. આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવનારી કેન્દ્ર સરકારની આ ટીમ તા.૨૫ થી ૩૦ ઓગષ્ટ્ર દરમિયાન અતિભારે વરસાદથી પ્રભાવિત સૌરાષ્ટ્ર્રમાં જુનાગઢ, જામનગર, દ્રારકા, મોરબી, રાજકોટ અને કચ્છ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોની પણ મુલાકાત લેશે. આ ટીમના રીપોર્ટ પછી કેન્દ્ર સરકાર સહાય પેકેજની જાહેરાત કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech